Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lunar Eclipse 2019: ગર્ભવતી સ્ત્રીઓ જરૂર રાખે આ સાવધાની, નહી તો બાળક પર થશે ખરાબ અસર

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2019 (07:49 IST)
16 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે એક વાગીને 30 મિનિટ પર થશે અને આ 17 જુલાઈની સવારે લગભગ 4.31 વાગ્યા સુધી રહેશે.  આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ. 
 


ચદ્ર ગ્રહણ દરમિયાન સૌથી વધુ સાવધાની ગર્ભવતી સ્ત્રીઓએ રાખવાની હોય છે. એવુ કહેવાય છે કે આ દરમિયાન એવી કિરણો નીકળે છે જેની ગર્ભવતીના પેટમાં ઉછરી રહેલ ભ્રૂણ પર ખરાબ અસર પડે છે. આ અસર બાળકના શરીરમાં દેખાય છે. તેથી અમે બતાવી રહ્યા છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેવી સાવધાની રાખવી જોઈએ. 
 
 
1. ગ્રહણ દરમિયાન ઘરેથી બહાર ન નીકળશો. અહી સુધી કે ઘરની બાલકનીમાં પણ ન જશો. કોશિશ કરો કે ગ્રહણની કિરણ તમારા બાળક પર ન પડે. ગ્રહણને જોવાથી પણ દૂર રહો 
 
2. ગ્રહણ દરમિયાન અણીદાર કે ધારદાર વસ્તુઓ જેવી કે સોઈ કાતરથી દૂર રહો અને ભૂલથી પણ તેને અડશો નહી. શાક કાપવાનુ કામ ન કરો અને બની શકે તો ઘરના કામ પણ ન કરશો. પણ હા તમારા ઓશિકા નીચે ચપ્પુ જરૂર મુકો. 
 
3. કોઈ પણ પ્રકારની હેયર સ્ટાઈક કરવાથી બચો. પછી તે ભલે અંબોડો હોય કે ચોટલી.  એવુ કહેવાય છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓ દ્વારા હેયરસ્ટાઈલ કરવાથી બાળકના અંગમા વિકાર જન્મી શકે છે.  આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ અને મોઢા પર કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરવો જોઈએ. 
 
4. ગ્રહણ દરમિયાન ખાવાનુ ન બનાવશો અને આ સમયે બનેલ ખાવાનુ પણ કોઈને ન ખવડાવશો.  તેમા દૂષિત કિરણોને કારણે થનારા બાળકને નુકશાન પહોંચી શકે છે. 
 
5. ગ્રહણ ખતમ થયા પછી પાણીમાં તુલસીના પાન નાખીને સ્નાન કરો. આવુ એ માટે કારણ કે આ દરમિયાન નીકળનારી કિરણો વાતાવરણને દૂષિત કરે છે. આ તરંગો અજન્મેલા બાળકને પ્રભાવિત કરી શકે છે. તેથી તેના પ્રભાવથી બચવા માટે ગ્રહણ પછી સ્નાન કરવુ જરૂરી છે. 
 
6. આ દરમિયાન બિલકુલ ઉંઘશો નહી અને તુલસીના પાનને જીભ પર મુકીને હનુમાન ચાલીસા કે દુર્ગા સ્તુતિનો પાઠ કરો. 
 
7. આ દરમિયાન પોતાની સાથે નારિયળ રાખો. એવુ કહેવાય છે કે તેનાથી બાળક પર ગ્રહણનો કાળો પડછાયો પડતો નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

17 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

16 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે હનુંમાનજીની કૃપા

15 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર રહેશે મહાલક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments