Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ

પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ
, શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (17:26 IST)
ન્યૂ ઈયર પાર્ટી પર તમે એકલા જ વેન્યૂ સુધી જવાની પ્લાનિંગ તો નથી કરી રહી છો? કે તમે પાર્ટી માટે તો મિત્રો સાથે જઈ રહ્યા છો પણ પરત આવતા મોડી રાત્રે એકલાજ કેબ બુક કરી આવવાના વિચાર તો નથી ને? જો હા તો તમે કોઈ પણ પ્રસિદ્ધ કંપનીની ટેક્સી બુક કરી રહી છો પણ તમને સાવધાન રહેવાની જરૂર છે. 
 
આવો જાણીએ તે સાવધાનીઓ જે સુરક્ષાની દ્ર્ષ્ટિથી બધાને કેબ બુક કરાવતા પહેલા રાખવી જોઈએ... 
1. સૌથી પહેલા તો કોશિશ કરવી કે મોડી રાત્રે પાર્ટી કે બીજી કોઈ જગ્યાથી પરત આવતા તમારા પરિવાર કે ઓળખીતા લોકો સાથે જ આવું, કોઈ અજાણ સાથે ન આવવું. 
 
2. કેબ બુક કરતા સમયે તમારા જ મોબાઈલથી કેબ બુક કરવી અને રસ્તાથી કોઈ પણ કેબમાં વગર બુકિંગ ન બેસવું. ભલે તેમાં કંપનીના લોગો લગ્યા હોય તો પણ કારણ કે જરૂરી નથી કે તે લોકો અસલી હોય. 
 
3. રસ્તા ચલતા વગર બુકિંગ કેબમાં જો પહેલાથી ઘણા લોકો બેસ્યા હોય એવી કેબમાં પણ ન બેસવું, જરૂરી નહી કે તે સાચા મુસાફર હોય, તે કોઈ ગેંગ પણ હોઈ શકે છે. 
 
4. જ્યારે તમે બુકિંગ કરીને કેબમાં બેસો છો તો મોબાઈલ પર ડ્રાઈવરની જાણકારી આવી જાય છે, જે તમે કોઈ પરિચિતને મોકલી શકો છો. વગર બુકિંગ કેબમાં બેસશો તો તમારી પાસે ડ્રાઈવરની કોઈ પણ જાણકારી નહી હશે. જેથી કોઈ ઘટના થતા પર કંપની તમારી સુરક્ષાની જવાબદારી નહી લેશે. 
 
5. વગર બુકિંગ કેબને કંપનીના એપ પર ટ્રેક નહી કરી શકાય. જો ડ્રાઈવર કેબને એપથી ડિસ્કનેક્ટ કરીએ તો પછી કેબ સામાન્ય ટેક્સીની જેમ થઈ જાય છે. 
 
6. કેબમાં બુકિંગ કરીને બેસ્યા પછી શકય હોય તો જીપીએસથી કોઈથી પણ તમારી લોકેશન પણ શેયર કરી શકો છો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટરફોલ સાડી કેવી રીતે સ્ટાઈલ કરવી / saree wearing style for party