Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમતી વખતે જો તમેં ટીવી જુઓ છો તો થઈ જાવ સાવધાન, ડાયાબીટીસ સહિત અનેક બીમારીઓને આપો છે આમંત્રણ

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (00:41 IST)
watching tv when eating food
માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેની પાસે ખાવાનો પણ સમય નથી. જૂના જમાનામાં લોકો સમયસર ભોજન લેતા હતા અને જમતી વખતે ન તો વાત કરવી કે મનોરંજન કરવુ પસંદ કરતા હતા. આ જ કારણ હતું કે એ સમયે લોકોમાં બીમારીઓ ઓછી હતી. પરંતુ તેનાથી ઉલટું, આજના સમયમાં જમતી વખતે પણ લોકોના હાથમાંથી મોબાઈલ છૂટતો નથી, આટલું જ નહીં, લોકો ટીવી જોયા વિના પણ ખાવાનું ખાતા નથી. જો તમારી પણ આવી આદત છે તો સમયસર ધ્યાન રાખો. અહીં અમે તમને મોબાઈલ કે ટીવી જોતી વખતે ખાવાના નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
 
ભોજન કરતી વખતે મોબાઈલ કે ટીવી કેમ ન જોવું જોઈએ? (Why not to watch TV while eating)
 
જાડાપણું - ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, જે લોકો ટીવી જોતા જોતા ખોરાક ખાય છે તેઓ પોતાના ડાયટ પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેઓ વધારે ખાવાનો શિકાર બને છે. અતિશય આહારને કારણે વજન વધે છે અને લોકો મેદસ્વી બને છે.
 
ડાયાબીટીસ - જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોતા ખોરાક ખાય છે તેમાં ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે. વાસ્તવમાં જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોઈને ખાય છે, તેમના શરીરનું મેટાબોલીજ્મ ધીમુ પડી જાય છે, જેના કારણે વજન વધે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
 
દિલની બિમારી 
જે લોકો પાસે ખોરાક ખાવાનો સમય પણ નથી અને તેઓ ભોજનની સાથે મોબાઈલ અને ટીવી પણ જુએ છે, તેઓ ફિટ રહેવા માટે કસરત માટે ઓછો સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર અને દિલની બિમારી નું જોખમ વધી જાય છે.
 
ખરાબ ડાયજેશન
ટીવી જોતા જોતા ખાનારા લોકોમાં પાચનની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. વાસ્તવમાં, ટીવી જોતી વખતે, લોકો ખોરાકને બરાબર ચાવ્યા વિના ઝડપથી ખાઈ લે છે, જેના પછી પેટમાં અપચો, દુખાવો અને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે.
 
ઉઘ પૂરી ન થવાની મુશ્કેલી 
જો તમે રાત્રે ટીવી કે મોબાઈલ ફોન જોતી વખતે ખાવાનું ખાશો તો તેની અસર તમારી ઊંઘ પર પણ પડી શકે છે. વાસ્તવમાં, સ્ક્રીન પર જોતી વખતે ખોરાક ખાવાથી તમે કેટલું ખાધું છે તેની પરવા નથી થતી. આ પછી, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થાય છે અને ઊંઘમાં વારંવાર ખલેલ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

ધર્મ

આ 4 રાશિના લોકોએ કાળો દોરો ખૂબ સમજી વિચારીને બાંધવો, નહિ તો રીસાઈ જશે નસીબ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments