Webdunia - Bharat's app for daily news and videos

Install App

Interesting Facts about Lion - સિંહ વિષે જાણો કેટલાક રોચક તથ્યો

lion day
Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (00:20 IST)
lion day
 સિંહ સૌથી વધુ લોકપ્રિય જંગલી પ્રાણી છે, તેને "જંગલનો રાજા" કહેવામાં આવે છે. સિંહને વિશ્વના સૌથી મોટા શિકારીઓમાંનો એક ગણવામાં આવે છે. મોટાપાયે જંગલોની કટિંગને કારણે આ શકિતશાળી પ્રાણી લુપ્ત થવાના આરે છે.
 
આપણે સિંહને તેની ભયાનક ગર્જના, બહાદુરી, નિર્ભયતા અને શક્તિશાળી પ્રાણી માટે જાણીએ છીએ. પરંતુ આ પ્રભાવશાળી અને જાજરમાન પ્રાણી વિશે જાણવા માટે ઘણું બધું છે.  આ લેખમાં તમને સિંહ સંબંધિત રસપ્રદ તથ્યો અને કેટલીક રસપ્રદ માહિતી (Interesting Facts about Lion) મળશે.
 
1. સિંહ બિલાડી પરિવારની સૌથી મોટી પ્રજાતિ છે જેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે.
 
2. સિંહ વિશ્વભરમાં માત્ર આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે.
 
3. માત્ર નર સિંહની ગરદન પર વાળ હોય છે જેને અયાલ (Mane) કહેવાય છે. વાળ જેટલા ઘટ્ટ, તેટલી વધુ સિંહની ઉમંર 
 
4. સિંહ એક સામાજિક પ્રાણી છે, તે ટોળામાં પણ રહે છે. ખાસ કરીને આફ્રિકન સિંહોના ટોળામાં 20 જેટલા સિંહો હોય છે.
 
5. સમગ્ર વિશ્વમાં સિંહોની બે મુખ્ય પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં આફ્રિકન સિંહ અને એશિયાઈ  સિંહ છે.
 
6. સિંહોની સૌથી વધુ સંખ્યા આફ્રિકામાં જોવા મળે છે. જેમાં તાન્ઝાનિયામાં સિંહોની સૌથી વધુ વસ્તી છે.
 
7. એશિયાટીક સિંહો ભારતમાં માત્ર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
 
8. દુનીયામાં લગભગ 2000 વર્ષ પહેલા સિંહોની 10 લાખથી વધુ વસ્તી હતી.
 
9. સિંહનું સરેરાશ આયુષ્ય લગભગ 10 થી 15 વર્ષ જેટલું હોય છે. સિંહો 25 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેઓ કુદરતી રીતે આ ઉંમરે પહોંચતા નથી.
 
10. સિંહો 32 ફૂટ સુધી કૂદી શકે છે અને 12 ફૂટ ઊંચે કૂદી શકે છે. 
 
11. સિંહો લગભગ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
 
12. સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે. સિંહની ગર્જનાનો અવાજ એટલો મોટો છે કે તે લગભગ 1 મીટરના અંતરે 114 ડેસિબલ સુધી પહોંચી શકે છે.
 
13. સિંહોની આંખોમાં પ્રકાશ ખૂબ જ મજબૂત હોય છે, તેઓ અંધારામાં પણ મનુષ્ય કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે.
 
14. સિંહો દિવસના 24 કલાકમાંથી 20 કલાક ઊંઘવામાં વિતાવે છે.
 
15. સિંહો મોટાભાગે મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. સિંહણ 90% શિકાર કરે છે, સિંહો નહીં. 
 
16. વિશ્વભરમાં સિંહોની ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ(World Lion Day)ની ઉજવણી કરવામાં આવે છે.
 
17. સિંહને સ્વાહિલી ભાષામાં સિમ્બા કહે છે અને તુર્કી અને મોંગોલિયન ભાષાઓમાં અસલાન કહેવામાં આવે છે.
 
18. ઈરાન, બેલ્જિયમ, યુનાઈટેડ કિંગડમ જેવા ઘણા દેશોમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે.
 
19. લુપ્તપ્રાય સફેદ સિંહો (White Lion), જે આનુવંશિક દુર્લભતાને કારણે સફેદ દેખાય છે, આ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
 
20. સિંહનો મુખ્ય આહાર માંસ છે અને સિંહને દિવસમાં સરેરાશ 5 થી 7 કિલો માંસની જરૂર પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે દારૂ પીઓ છો? જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમણે આ 3 સપ્લિમેન્ટ્સ જરૂર લેવા જોઈએ

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments