Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા હોઠને ગુલાબી બનાવવા માટે કરો આ ઘરેલું ઉપાય, જલ્દી જ દેખાશે અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (09:50 IST)
blackness from lips- હોઠની કાળાશ દૂર કરવા માટે લોકો બજારમાંથી મોંઘાદાટ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર દેખાતી નથી. સિગારેટ પીવાથી કે કેમિકલથી ભરેલી ચીજવસ્તુઓના ઉપયોગથી હોઠ કાળા થઈ શકે છે, આ સિવાય જો તમે વારંવાર હોઠ પર જીભ ઘસો છો અથવા ઓછું પાણી પીશો તો તેના કારણે હોઠનો રંગ પણ કાળો થઈ શકે છે. અહીં અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને હોઠની કાળાશ ઓછી કરી શકાય છે.
 
કાળા હોઠથી કેવી રીતે છુટકારો મેળવવો? (How to remove blackness from lips)
 
- હોઠની કાળાશ દૂર કરવા માટે તમે ઘરે જ લિપ સ્ક્રબ બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે અડધી ચમચી ક્રીમમાં 1/4 ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરવો પડશે. હોઠ પર આ સ્ક્રબનો ઉપયોગ કરો.
- કેસર અને ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરીને હોઠ પર લગાવવાથી પણ કાળાશ ઓછું થાય છે.
- સવારે બ્રશ કરતી વખતે ટૂથબ્રશથી હોઠને હળવા હાથે રગડો, આમ કરવાથી હોઠની કાળાશ ઓછી થઈ જશે.
- નારિયેળના તેલમાં મધ મિક્સ કરીને હોઠ પર લગાવો. આનાથી હોઠ ગુલાબી થઈ શકે છે.
- હોઠનો રંગ નિખારવા માટે ભોજનમાં ગાજર, બીટરૂટ અને દાડમનું સેવન વધારવું.
- ક્રીમમાં એક ચપટી હળદર મિક્સ કરીને હોઠ પર મસાજ કરો. તેનાથી કાળાશ દૂર થશે.
- રાત્રે હોઠ પર શુદ્ધ દેશી ઘી લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બનશે.
- દાડમના દાણાની પેસ્ટ બનાવો અને તેમાં ક્રીમ મિક્સ કરો. તેને હોઠ પર લગાવવાથી કાળાશ દૂર થશે.
- જો તમે ધૂમ્રપાન કરો છો, તો તેને બંધ કરો. આનાથી હોઠ પણ યોગ્ય રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.
- ખૂબ જ ગરમ વસ્તુઓ ખાવા-પીવાનું ટાળો અને હોઠ પર વારંવાર જીભ ન અડાડો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments