Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (19:30 IST)
આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પણ અનેકવાર આંખોની કેટલીક એવી સમસ્યાઓ થઈ જાય છે જેનાથી ખૂબ પરેશાની થાય છે.  આવી જ એક બીમારી છે મોતિયાબિંદ.. જે વધતી વયના લોકોમાં જોવા મળે છે. તેમા આંખોને લૈંસ પર એક સફેદ પડદો આવી જાય છે. જેનાથી બધુ ધુંધળુ દેખાય છે. આમ તો મોતિયાબિંદને ઓપરેશન દ્વારા જ ઠીક કરી શકાય છે. પણ કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા જ કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા વિશે.. 
 
1. વરિયાળી - આંખોની રોશની વધારવા માટે વરિયાળી ખૂબ જ લાભકારી હોય છે. આવામાં મોતિયાબિંદ થતા પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે વરિયાળીને વાટીને તેનો પાવડર બનાવી લો અને રોજ સવાર-સાંજ એક મોટી ચમચી આ પાવડરના પાણી સાથે સેવન કરો. 
 
મોતિયાબિંદની સમસ્યાને દૂર કરવા માટે ખોરાકમાં વિટામીન A વધુ પ્રમાણમાં લો.  રોજ દિવસમાં 2 વાર ગાજરનુ જ્યુસ પીવો કે પછી કાચી ગાજર પણ ખાઈ શકો છો. તેમા ઘણા પ્રમાણમાં વિટામિન A હોય છે. જે મોતિયાબિંદને હટાવીને આંખોની રોશની પણ તેજ કરે છે. 
 
3. ધાણાના બીજ - આ માટે 10 ગ્રામ ધાણાના  બીજને 300 મિલી. પાણીમાં ઉકાળો અને પછી ઠંડા થવા દો.. હવે પાણીને ગાળીને તેના વડે આંખોને સારી રીતે ધુવો.. મોતિયાબિંદની શરૂઆતમાં જ રોજ આ ઉપાય કરવાથી ફાયદો થાય છે. 
 
4. આમળા - આંખો પરથી પડદો હટાવવા માટે તાજા આમળાના 10 મિલી રસમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો અને તેનુ રોજ સવારે સેવન કરો.. આ ઉપરાંત આમળાનો મુરબ્બો ખાવાથી પણ આ બીમારીને રોકી શકાય છે. 
 
5. કોળાના ફૂલ - કોળાનુ શાક તો બધાએ ખાધુ હશે પણ મોતિયાબિંદ થતા કોળાના ફૂલ ખૂબ લાભકારી સાબિત થાય છે. આ માટે આ ફૂલોનો રસ કાઢીને દિવસમાં 2 વાર આંખોમાં આઈ ડ્રોપ્સની જેમ નાખો. 
 
6. મધ - મોતિયાબિંદને હટાવવા માટે જે આંખમાં પડદો  હોય તેમા મધ લગાવો.. બની શકે તો આંખના લેંસ પર મધ લગાવો.. તેનાથી ખૂબ લાભ થશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments