suvichar

Navratri Essay- નવરાત્રી/નવરાત્રિ મહોત્સવ/નવલી નવરાત્રી

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (14:50 IST)
(મુદ્દા : 1 નવરાત્રિ એટલે શક્તિપૂજા 2. નવરાત્રિનું મહાત્મય 3. નવરાત્રિની ઉજવણી 4. નવરાત્રિના પલટાતા રંગઢંગ 5. સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી } 
પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે. 
 
જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. 
 
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં  શક્તિપૂજા     અતિ ઘણુ મહ્ત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અંબા ,બહુચરા , મહાકાળી , ભદ્રકાળી , ,જક્ષણી,ખો,ડિયાર રનાદે , આશાપુરી , એવા અનેક નામે ગરબા ગવાય છે , પરંતુ એમાં પ્રધાસર તો શક્તિપૂજાનો જ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં 
 
ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે 'કુંભસ્થાપન  ' કર ઈ નવેઉ દિવસ એની પૂજા-આરતી થાય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણાં કરવામાં આવે છે. 
 
નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છેૢ હવે તો શહેરોમાં જ નહિ ગામડ્ફાઓમાં પણ માંડવડી અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઈક લાઉડસ્પીકર દ્વાર બુલંદ અવાજે સુરીલા કંથમાંથી ગરબાની સુરવલિ પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ હાથમાં ડાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે!  સંગીતનો સાથ હોય , ઢોલત્રાંસાનો નાદ હોય , ગવદાવનારાના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળાં આ દૃશ્ય જોનાર હોય પછી ઝીલનારાંને પોરસ ચડે એમાં શી નવાઈ ? 
 
શહેરોમાં તો હવે નવારાત્રિ મહોત્વસવે માઝા મૂકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી . શક્તિપૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળમનોરજનનું સાધન  ! કોલિજિયન યુવકો અને યુવતીઓ છ્ડેચોક ડિસ્કો ડંસ કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં  આં પડેલી આ બધી વિકૃતિઓ સમે શું આંખમીચામણા જ કરવાના ?
 
શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને "ભેટકૂપનો  અને ડ્રો" નું એક મોટું કૌભાંડ શરૂ થાય છે તો બીજી બાજુ ગબ્બ્ર કે પાવાગઢની પ્રતિકૃતિરૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદઘાટન કરાવી , નવ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઉભી કરી લેવામાં આવે છે. 
 
વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે . એ પણ એક નાટક  જ ખેલાય છે ને  ? 
 
જેમને શેરીઓઅમાં  કે પાળોમાં ગરબા ગાવાની મઝા નથી અવાતે તેઓ ગરબા કલલો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં , ટાઉનહોલ જાય છે વાહ રે ! ભાઈભક્તો ! ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જનશક્તિને ! પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો તે ક્યાં હયો ગયો એ જોવા માટે  કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે , કેમ ખરું ને ! 
 
  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અકબર-બીરબલ વાર્તા: રાજ્યના કાગડાઓની ગણતરી

કાચી કેરીનો બાફલો ગરમીમાં રાહત મળશે, રેસીપી નોંધો

કાળી ઈલાયચી ખાવાથી શું થાય છે ? આરોગ્ય માટે વરદાન, દૂર થઈ શકે છે ગેસ-બ્લોટિંગની તકલીફ

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

વધુ જુઓ..

નવીનતમ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

Daan Na Niyam: દાન કરતી વખતે રાખો સાવધાની, આ 5 વસ્તુઓનું દાન વધારી શકે છે પરેશાની

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments