Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેતી સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ બનાવીને કરી શકો છો મોટી કમાણી, સરકાર કરી રહી છે લાખોની મદદ

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (21:04 IST)
ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા અને યુવાનોને રોજગારની તક આપવા માટે ઘણા પ્રકારે અનેક પ્રયત્ન કરી રહી છે. ભારત સરકાર તરફથી કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકરે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. સરકારની આ સ્કીમની વધુ જાણકારી આ વેબસાઇટ https://rkvy.nic.in આપવામાં આવી છે. 
 
સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બનાવી આ સ્કીમ
કેંદ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોર કૃષિ અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રોમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને નવા પ્રયોગ કરવા માટે સ્ટાર્ટ-અપ્સ અને કૃષિ એન્ટ્રપ્રિન્યરશિપને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેના હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજાના હેઠળ નવાચાર અને એગ્રો એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ('Innovation and Agro-Entrepreneurship Development' program) ને અપનાવવામાં આવ્યું છે. 
 
આ વિસ્તારોમાં ઉદ્યોગને મળશે પ્રોત્સાહન
નાણાકીય વર્ષ 2020-21માં પહેલા તબક્કામાં ફૂડ પ્રોસેસિંગ, ફૂડ ટેક્નોલોજી અને વેલ્યૂ એડિશનના ક્ષેત્રમાં 112 સ્ટાર્ટ અપ્સને 1,185.90 લાખ રૂપિયાની મદદ હપ્તામાં આપવામાં આવશે. તેનાથી ખેડૂતોની આવક વધવામાં મદદ મળશે. 
 
ખેડૂતોને માંગના આધારે મળશે જાણકારી
 
સરકારરે તાજેતરમાં જ ખેડૂતોને માંગ પર જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. તેના માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયોને પારંપરિક જ્ઞાને યુવા અને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટની સ્કિલ અને ટેક્નોલોજી સાથે જોડાવવા પર ભાર મુકવાની વાત કહી છે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય કૃષિની પૂર્ણ ક્ષમતાનો ફાયદો મળી શકે છે. 
 
ખેડૂતોની મુશ્કેલીઓને સરળ બનાવવામાં આવશે
 
પ્રધાનમંત્રીના નિર્દેશો હેઠળ ખેતી સાથે જોડાયેલી સમસ્યાઓને ઉકેલવા અને જરૂરિયાતો અનુસાર ઓજારો અને ઉપકરણ બનાવવા માટે હૈકાથોનનું આયોજન વર્ષમાં બે વાર કરવામાં આવે છે જેથી ખેતીવાડીમાં લાગેલા ખેડૂતોની ઘણી મુશ્કેલીઓ સરળ થઇ શકે છે. 
 
એગ્રીકલ્ચરને કોમ્પિટેટિવ બનાવવામાં આવશે
 
કેન્દ્રીય કૃષિ મંત્રીએ મંત્રાલયના સ્તર પર આયોજિત બેઠકોમાં કૃષિને કોમ્પિટેટિવ બનાવવા અને એગ્રીકલ્ચર સાથે જોડાયેલી ગતિવિધિઓને વધુ મજબૂત બનાવવા માટે નવી ટેક્નોલોજીને જલદી અપનાવવા માટે કહ્યું છે. સરકારે કૃષિ ક્ષેત્રમાં પર્સનલ રોકાણ વધારવા માટે ભાર મુકી રહી છે. એટલા માટે કૃષિ મંત્રી વેલ્યૂ એડિશન અને સ્ટાર્ટઅપની જરૂરિયાત ગણાવતાં યુવાઓને કૃષિ પ્રત્યે આકર્ષિત કરવા તથા આ ક્ષેત્રના કાયાકલ્પ કરવાની વાત કહી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments