Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂતો માટે હિતકારી નિર્ણય, ૭ ઑગસ્ટથી દશ કલાક વીજળી અપાશે

ખેડૂતો માટે હિતકારી નિર્ણય, ૭ ઑગસ્ટથી દશ કલાક વીજળી અપાશે
, ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (14:16 IST)
ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરાકાળમા ખેડૂતોના પડખે ઉભી રહી છે ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજય સરકારે કર્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી  ઑગસ્ટથી દશ કલાક વીજળી અપાશે.
 
ઉર્જામંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.
 
રાજયના ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દશ કલાક વીજળી આપવામાં આવશે. જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારે વરસાદના કારણે કંપનીની દીવાલ ઢળી પડતાં 5 મજૂરોના મોત, 4 એક જ પરિવારના