Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ લોન્ચ કર્યો “હલ્દી આઈસક્રીમ”

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ લોન્ચ કર્યો “હલ્દી આઈસક્રીમ”
, શનિવાર, 1 ઑગસ્ટ 2020 (17:39 IST)
દુનિયા જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમૂલ દ્વારા લોકોને આ મહામારીમાંથી ઉગારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકો આયુર્વેદની સહાયથી અને ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને રોગ પ્રતિકારક શક્તિ ઉંચી રાખવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. તેનાથી કોવિડ-19ના જોખમ ઉપરાંત અન્ય રોગોના જોખમ પણ ઓછા થશે. 
 
દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરાં પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાંની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કરેલ છે. 
 
આ ઉપરાંત ગ્રાહકોને વધુ આનંદ મળે તે હેતુથી અમૂલની ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારવામાં આવી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ ક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામ અને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે.
 
આ ઘટકોનો સમન્વય થતાં એક જ કપમાં આરોગ્ય અને સ્વાદ પ્રાપ્ત થશે. હળદર તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતી છે. સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળદર એ વ્યાપકપણે સંશોધન કરાયેલો મસાલો છે અને રસોઈમાં તેનો પૂરક આહાર તરીકે તથા સૌંદર્યના હેતુથી પણ ઉપયોગ કરવામાં આવે છે. 
 
મરી એ બીજો એક એવો મસાલો છે કે જે ભારતના ઘર ઘરમાં જાણીતો છે અને તેનાથી શ્વાસોશ્વાસના રોગોની સારવાર થાય છે તથા પાચન માટે પણ તે સારો ગણાય છે. મધમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે કફને દબાવે છે. ખજૂર, બદામ અને કાજુ જેવા સૂકા મેવા આ સમગ્ર અનુભવને ખૂબ જ તંદુરસ્ત, આરોગ્યવર્ધક અને તહેવારોની સિઝનમાં માણવા લાયક બનાવે છે. 
 
હલ્દી આઈસ ક્રીમમાં આ તમામ જાદુઈ તત્વોનો આનંદપ્રદ સમન્વય છે અને તેમાં ભરપૂર આઈસક્રીમ પણ છે. આ પ્રોડક્ટ છેડછાડ થઈ શકે નહીં તેવા 125 એમએલના કપ પેકીંગમાં રૂ.40માં ઉપલબ્ધ છે.
 
રોગ પ્રતિકારક દૂધ અને મિલ્ક રેન્જનો સંદેશો પ્રસરાવવાના હેતુથી અમૂલેએ ટી.વી. અને પ્રિન્ટ મિડીયામાં દેશ વ્યાપી પ્રચાર ઝૂંબેશ હાથ ધરી છે. અમૂલ પાર્લર્સ અને રિટેઈલ કાઉન્ટર્સ ઉપર ઉપલબ્ધ આ પ્રોડક્ટની સાથે ગ્રાહકો અમૂલની ઈમ્યુનિટી પ્રોડક્ટની શ્રેણીનો તેમની રોગ પ્રતિકારક શક્તિના રોજીંદા ડોઝ તરીકે ઉપયોગ કરી શકશે. હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક 5,00,000 પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે. 
 
આ રેન્જને આગળ ધપાવવા માટે અમૂલ હળદર, આદુ અને તુલસીનો સમન્વય ધરાવતો સ્વાદિષ્ટ ટ્રાય-કલર આઈસક્રીમ “ઈમ્યુનો ચક્ર આઈસક્રીમ”ની 60 એમએલની સ્ટીક ટૂંક સમયમાં આવશે. તે ઉપરાંત અમૂલ દ્વારા 200 એમએલના કેનમાં સ્ટાર અનીસ દૂધ પણ રજૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, 6 મહિનાથી સિંગાપુરમાં ચાલી રહી હતી સારવાર