Festival Posters

ચૂંટણી સાચી હશે તો ભાજપ હારશે - હાર્દિક પટેલ

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (11:43 IST)
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે  ગુજરાત વિધાનસભાના એક્ઝીટ પોલ પર કટાક્ષ કરતાં ટ્વિટ કરીને કહ્યું છે, કે જાણી જોઈને એક્ઝીટ પોલમાં ભાજપ જીતી રહી છે, એવું દેખાડવામાં આવી રહ્યું છે. જેથી ઈવીએમની ગરબડી બાદ કોઈ ઈવીએમ પર શંકાના કરી શકે આ જૂની ચાલ છે. જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી. આ ટ્વિટ કરીને હાદિકે એવું કહી રહ્યો છે. કે આ વિધાનસભાની ચૂંટણી ભાજપ હારશે અને એક્ઝીટ પોલમાં ભાજપની જીત એટલા માટે દેખાડવામાં આવી રહી છે. કારણે કે ભાજપ ઇ.વી,એમમાં ગડબડી કરે તો કોઇને તેના પર શંકા ન જાય. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, એક્ઝીટ પોલના આંકડાઓ આવી રહ્યા છે. જેમાં એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી ભાજપને 34, કોંગ્રેસને 19 અને અન્યને 1 સીટ મળવાનું અનુમાન છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતની 182 સીટ માટે બે ચરણ 9 અને 14 ડિસેમ્બરે વોટિંગ થયું. આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે છે. જોકે, પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેનાથી કોઈ ઉલટફેર થવાની શક્યતા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર અસર કરી શકે તેમ હતું. પરંતું એક્ઝીટ પોલમાં ભાજપ બહુમત થી જીતતું દેખાઇ રહ્યું છે. આ એક્ઝીટ પોલ જો સાચો પડે તો પાટીદાર વોટ બેંકની કોઇ પણ અસર નહિ જોવા મળે અને આંદોલન કર્તા લોકોનો ભાજપને પાડી દેવાનો દાવો ખોટો સાબિત થશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments