Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓળખાણ કે હોદ્દા વિના માર્ક ઝુકરબર્ગે આમંત્રણ આપ્યું હોય તેવો ભારતનો પ્રથમ નેતા હાર્દિક પટેલ

ઓળખાણ કે હોદ્દા વિના
Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (22:37 IST)
હાર્દિક પટેલે જમીન પર જંગી જનમેદની ભેગી કરી બતાવી છે પણ સાથે સાથે ફેસબુકમાં પણ મજબુત ફેન ફોલોઈંગ ઉભું કર્યું છે. સામાન્ય રીતે હાર્દિક પટેલની રેલીઓમાં લાખો માણસો આવતાં હોય છે. હવે હાર્દિક પટેલની સભા દરમિયાન થતા ફેસબુક લાઈવમાં પણ ૩૦ થી ૪૦ હજાર લોકો ઓનલાઈન ભાષણ સાંભળતા હોય છે. સુરતમાં યોજાયેલ હાર્દિક પટેલની રેલીમાં તેમનાં ભાષણ દરમિયાન કુલ ૪૦ હજારથી પણ વધુ ઓનલાઈન વ્યુઅર નોંધાયા હતાં. આ રીતે ફેસબુકમાં હાર્દિક પટેલની પ્રચંડ લોકપ્રિયતા જોતાં ફેસબુકનાં સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમને અમેરિકા મળવા આવવાં માટેનું નિમંત્રણ પાઠવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુરતની સભામાં હાર્દિક પટેલના ફેસબુક પેજમાં લાઈવ ભાષણમાં ૪૦ હજારથી પણ વધુ દર્શકો નોંધાયા હતાં જેની નોંધ લઈને ઝુકરબર્ગ દ્વારા હાર્દિક પટેલનેફેસબુક 37-કે લાઈવનું સર્ટીફિકેટ આપવા અમેરિકા બોલાવ્યાં છે. આમ હજુ સુધી સક્રિય રાજનીતિમાં પગ મુખ્ય વગર, કોઈ ઓળખાણ કે હોદ્દા વગર હાર્દિક પટેલને માર્ક ઝકરબર્ગે આમંત્રણ આપ્યું હોય તેવા હાર્દિક પટેલ પ્રથમ નેતા છે. આમ લોકપ્રિયતાના મામલે હાર્દિક પટેલ ગુજરાતના બધાં જ નેતાઓ કરતાં આગળ નીકળી ગયાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments