થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની પ્રક્રિયાને ઔરંગઝેબ શાસન સાથે જોડીને ભાજપાને મોટા મુદ્દા આપનારી કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર પ્રધાનમંત્રી મોદીને અપશબ્દ કહીને એકવાર ફરી ભાજપાને મોટી તક આપી દીધી.
આંબેડકરના મુદ્દા પર પ્રધાનમંત્રી મોદીની આલોચના કરતા ઐય્યરે તેમને નીચ માણસ પણ કહી નાખ્યા. ઐય્યર આટલાથી જ રોકાયા નહી તેમણે કહ્યુ - આ માણસને કોઈ સભ્યતા નથી. ઐય્યરના આ નિવેદન પર ભાજપા તરફથી તીખી પ્રતિક્રિયા થઈ. પ્રધાનમંત્રી મોદીએ પોતે જ આ મુદ્દો બનાવતા તેમના પર પલટવાર કર્યો. ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે મણિશંકર ઐયરની અંદર મુગલોના સંસ્કાર છે. તેથી તેઓ આ પ્રકારની વાતો કરે છે. દેશના પીએમના માટે આવા શબ્દ ફક્ત એવો જ વ્યક્તિ કરી શકે છે જેના સંસ્કારોમાં ખોટ હોય.
પ્રધાનમંત્રી આ મુદ્દાને ગુજરાતી અસ્મિતા સાથે જોડવાથી પણ ચુક્યા નહી. મણિશંકર ઐય્યરના આ નિવેદન ગુજરાતના સંસ્કારોનુ અપમાન છે. મોદી બોલ્યા કે હુ નીચ જાતિનો હોઈ શકુ છુ પણ મે કામ ઊંચા કર્યા છે. મોદીએ દરમિયાન જનતાને લલકાર કર્યો કે તમે પણ કમળને વોટ આપીને ઊંચા કામ કરો અને આવા લોકોને કરારો જવાબ આપો.
આ પહેલા કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર પ્રધાનમંત્રી મોદી દ્વારા લગાવેલ એ આરોપ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમા પીએમે જવાહર લાલ નેહરુ પર ડો. ભીમરાવ આંબેડકરની સાથે પક્ષપાત કરવા અને તેમની ભૂમિકાને ઓછી કરીને બતાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે તેમણે પોતાની વાતમાં પ્રધાનમંત્રી મોદીનુ નામ તો નહી લીધુ પણ તેમનો સીધો ઈશારો તેમની જ તરફ હતો.
આ મુદ્દા પર મોદીની આલોચના કરતા મણિશંકર એટલા આગળ નીકળી ગયા કે તેમણે એ પણ ભાન ન રહ્યુ કે પ્રધાનમંત્રીના પ્રત્યે તેઓ કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.