Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:10 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા 

ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચારના ખર્ચની મર્યાદા ચૂંટણીપંચ દ્વારા બાંધવામાં આવી છે. તેમ છતા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 600 કરોડથી વધુનો ખર્ચ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૨૩ કરોડનો અને કૉંગ્રેસ દ્વારા ૭૨.૬૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી ઓફિસરના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી પાછળ ૧૭૫ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે ચૂંટણી પંચને ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભાજપે ૨૦૧૨માં ૧૨૪ કરોડ તો કૉંગ્રેસે રૂ. ૭૨.૬૬ કરોડનો ખર્ચ કર્યો હતો તેવુ પંચને જણાવવામાં આવ્યુ હતું. ૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને રૂ. ૭૧.૫૩ કરોડનું દાન મળ્યું હતુ. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા હિસાબો દર્શાવે છે કે, ભાજપ પ્રદેશ એકમ પાસે રૂ. ૧૭૦ કરોડનું ૨૦૧૧-૧૨માં બેલેન્સ હતુ. તેને રૂ. ૫૩.૨૯ કરોડનું દાન મળ્યું હતું અને એ ગાળામાં રૂ. ૧૨૪.૪૪ કરોડનો ખર્ચ કર્યો હતો. ચૂંટણીના હિસાબો બંધ થવાના દિવસે પક્ષ પાસે ૧૫૬.૬૦ કરોડનું બેલેન્સ હતું. રાજકીય પક્ષો રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ કરશે. રાજકીય પક્ષો ઉપરાંત ઉમેદવારો પણ પોતાની રીતે ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરશે જે પક્ષના ખાતામાં નહી જાય. વ્યકિતગત રીતે કોઈપણ ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂ. ૨૮ લાખ છે. મતલબ કે આ વખતે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના ખર્ચને અંદાજિત કરીએ તો કુલ ૫૫૦ કરોડનો ખર્ચ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષો કેટલા ખર્ચશે એનો સાચો આંકડો બહા આવશે નહીં, પરંતુ ૨૦૧૭ની આ ચૂંટણી 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

Year Ender 2024- Celebrity Kids ના આ યુનિક બાળકોના સુંદર નામ રાખવાનો નવો ટ્રેન્ડ

Prawns fry- પ્રોન ફ્રાયનો મસાલેદાર જાદુ: કેરળનો સ્વાદ, તમારા રસોડામાં!

શ્રદ્ધા કપૂરની ગ્લોઈંગ સ્કિનના સીક્રેટ છે મધ અને દહીંથી બનેલુ આ ફેસ માસ્ક જાણો કેવી રીતે વાપરવું

આગળનો લેખ
Show comments