Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખામીયુક્ત વીવીપેટ મશીનો: ;ચૂંટણી પંચને ગુજરાત હાઇ કોર્ટની નૉટિસ

ખામીયુક્ત વીવીપેટ મશીનો: ;ચૂંટણી પંચને ગુજરાત હાઇ કોર્ટની નૉટિસ
, મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:03 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં
પ્રથમ વખત ઈવીએમની સાથે વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા વીવીપેટ મશીનોની તપાસ કરતા ૩૫૫૦ જેટલા મશીન ખામીયુક્ત નીકળ્યા હતા જેથી આ મામલે કૉંગ્રેસે હાઈકૉર્ટમાં અરજી કરીને વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તેવી માગ કરી હતી. હાઈ કૉર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારી, રાજ્યના ચૂંટણી પંચના અધિકારીને નોટિસ પાઠવી હતી.કેસની હકીકત અનુસાર ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાવાની છે જેમાં પ્રથમવાર ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરાશે. દરમિયાન કૉંગ્રેસે હાઈ કૉર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે, ચૂંટણી પંચના પ્રથમ ચરણની તપાસમાં લગભગ ૩૫૫૦ જેટલા વીવીપેટ મશીન ખામીયુક્ત નીકળ્યાં હતા. વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ. કૉંગ્રેસના નેતા હિમાશું પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવનારા વીવીપેટ મશીનો પૈકી ૭૦ હજાર મશીનો ફોલ્ટવાળા નીકળ્યા છે. કૉંગ્રેસ આ બાબતે ન્યાયીક કાર્યવાહી કરવા અરજી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચલો ઘર ચલે હમ ભાજપનું મહાસંપર્ક અભિયાન અમિત શાહે ઘેર-ઘેર પેમ્ફલેટ વહેંચ્યા