Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરાના સામેના જંગમાં આયુર્વેદિક તથા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ કારગત

Webdunia
શનિવાર, 30 મે 2020 (15:30 IST)
આયુર્વેદનું મુખ્યા પ્રયોજન છે, ‘સ્વળસ્થપસ્યવ સ્વાતસ્ય્ ઉ રક્ષણમ્‌ આતુરસ્યા વિકાર પ્રશમન ચ' અર્થાત્ પ્રથમ સ્વુસ્થ‍ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને જો રોગ થાય તો રોગને પણ દૂર કરવો. આમ આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, પરંતુ જીવન જીવવાની કલા દર્શાવતું વિજ્ઞાન છે. આયુર્વેદમાં રોગોના ઉપચારની સાથે સદવૃત્ત અને સ્વસસ્થીવૃત્તના વર્ણન દ્વારા સ્વાસ્થ  જીવનશૈલી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
 
કોવિડ-19એ આખી દુનિયાને બાનમાં લીધી છે અને આરોગ્યણક્ષેત્રે અતિસમૃદ્ધ દેશો પણ આ વાઇરસ સામે વામણા પુરવાર થયા છે, ત્યાંરે આ જંગમાં પ્રાચીન ભારતીય આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાસ કારગત નીવડી રહી છે. આ માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચનાથી રાજ્ય આયુષ નિયામકશ્રીની કચેરી દ્વારા અમૃતપેય ઉકાળો, સંશમનીવટી તેમજ હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ મ-30નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ઉપચાર ખરા અર્થમાં કારગત નીવડી રહ્યો છે.
 
જે અંતર્ગત વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ નાગરિકોને અમૃતપેય ઉકાળો તથા સંશમનીવટીનું નિ:શુલ્ક વિતરણ કરાયું છે. જ્યારે હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ મ-૩૦ પોટેન્સીનની દવા બે લાખથી વધુ લોકોને આપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ, આરોગ્યા વિભાગ, વીજકર્મીઓ, સિવિલ હોસ્પિીટલ, આરપીએફ સ્ટાઅફ સહિતના કર્મચારીઓને પણ આવરી લેવાયા છે.
 
જિલ્લાના સરકારી આયુર્વેદ દવાખાના અને હોમિયોપેથી દવાખાના દ્વારા જિલ્લાના ક્વૉરન્ટા્ઇન સેન્ટાર ખાતે દાખલ દર્દીઓને ઉકાળો તેમજ દવાઓ સતત સાત દિવસ સુધી આપવામાં આવે છે. આ પ્રકારના 180થી વધુ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો  છે.
 
આ અંગે તકેદારીના પગલાં વિશે વલસાડના જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મનહરભાઇ ચૌધરી જણાવે છે કે, કોરાનાની મહામારી સામે રોગ પ્રતિકારક શકિત ટકાવી રાખવા સૂર્યોદય પહેલાં જાગી જવું, ઘરમાં થઈ શકે તેવી હળવી કસરત-જોગિંગ કરવી, કપાલભાંતિ તથા અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયમ, નિયમિત અને પ્રમાણસર ઊંઘ, આયુર્વેદિક ઉકાળો, હૂંફાળા પાણીનું સેવાન, અજમા-ફૂદિનાવાળા ગરમ પાણીનો નાસ લેવો, હળદર-મીઠાવાળા પાણીના કોગળા તેમજ હળદરવાળા દૂધનું સેવન કરવા સહિતની તકેદારી રાખી શકાય છે.
 
તદુપરાંત, હાલના સમયમાં રાત્રે ઉજાગરા ન કરવા, ઠંડાપીણાંનો ઉપયોગ ટાળવો, પચવામાં ભારે તળેલા, મીઠાઈ, આથાવાળા, વાસી, ફ્રિજમાં રાખેલા ખોરાક તથા જંકફૂડનો ઉપયોગ ટાળવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Chido: ફાંસમાં વાવાઝોડાએ પરમાણુ હુમલા જેવી મચાવી તબાહી, 1000 લોકો માર્યા જવાની આશંકા

ઘરમાં સૂતી હતી બે બહેનો, હાથીએ કચડી નાખ્યા મોત, આ રાજ્યમાં બની આ ઘટના

Gandhinagar: કાતિલ દુલ્હન... લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ

Nirbhaya Case- 16 ડિસેમ્બરે દિલ્હીમાં બની ચોંકાવનારી ઘટના, 12 વર્ષમાં શું બદલાયું?

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ

આગળનો લેખ
Show comments