Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોગ પ્રતિરોઘક ક્ષમતા વધારવા માટે આયુષ મંત્રાલયે બતાવેલ ટિપ્સ અપનાવો

રોગ પ્રતિરોઘક ક્ષમતા વધારવા માટે આયુષ મંત્રાલયે બતાવેલ ટિપ્સ અપનાવો
, મંગળવાર, 14 એપ્રિલ 2020 (18:45 IST)
રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ સપ્તપદીની વાત કરી હતી અને કોરોના સામે લડવા માટે સાત મંત્ર આપ્યા હતા. પીએમ મોદીએ દેશવાસીઓને સાત મંત્રો આપ્યા છે, જેમાંથી એક ઈમ્યુનિટી વધારવાની છે. પીએમ મોદીએ કહ્યું કે તમારી ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા અપાયેલી સૂચનાનું પાલન કરો, સતત ગરમ પાણી અને ઉકાળો પીવો. તો ચાલો જાણીએ કેટલીક ઘરેલું વસ્તુઓ વિશે જે ઈમ્યુનિટી વધારી શકે છે.
 
સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રશ લો. જો તમને ડાયાબિટીઝ છે, તો શુગર ફ્રી ચ્યવનપ્રાશ લો.
 
ગોલ્ડન મિલ્ક (હળદરનું દૂધ) - અડધી ચમચી હળદરનો પાવડર 150 મિલી ગરમ દૂધમાં નાંખો અને દિવસમાં એક કે બે વાર પીવો.
 
દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સોંઠ અને સુકી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી / ઉકાળો પીવો
 
આ પાંચ વસ્તુઓ છે ઈમ્યુનિટી બૂસ્ટર 
 
1. વિટામિન સી- રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી વસ્તુઓમાં વિટામિન સીનું નામ પ્રથમ  આવે છે. વિટામિન સી સૌથી વધુ ખાટા  ફળોમાં જોવા મળે છે.  
 
જેવા કે  નારંગી, મોસંબી, કિન્નુ, સ્ટ્રોબેરી, જાંબુ, લીંબુ અને આમળા.  વિટામિન સી શરીરમાં સફેદ રક્તકણો બનાવે છે જે ઈંફેક્શન સામે લડવામાં શરીરની મદદ કરે છે.
 
2. હળદર- હળદર વિશે તો તમે જાણો જ છો કે તમારા રસોડામાં આનાથી વધુ સારી દવા નથી. હળદરને દર્દ નિવારક પણ કહેવામાં આવે છે, તેથી જ ઘા પર હળદર અને ચૂનાનો લેપ લગાવવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવા માટે હળદરનું નિયમિત સેવન કરો.
 
3. આદુ- આદુ એક ગરમ ખાદ્ય વસ્તુ છે. કફ અને ઉધરસની સારવારમાં તેને રામબાણ કહેવામાં આવે છે. આદુનું સેવન તમને સંક્ર્મણ અને ફ્લૂથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે આદુનુ સેવન રસોઈમાં, ચા મા, અને ઉકાળો બનાવવામાં કરી શકો છો. આદુ પણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને
જૂના દુ:ખાવામાં પણ કામ કરે છે.
 
4. લસણ- લસણને તામસી આહારમાં સામેલ કરવામાં આવે છે પરંતુ તે એક દવા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લસણ ખૂબ મદદગાર છે. રાષ્ટ્રીય સેન્ટર ફોર કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઇન્ટિગ્રેટીવ હેલ્થટ્ર્સ્ટેડ અનુસાર લસણ બ્લડ પ્રેશર ઓછું કરવામાં અને ધમનીઓને સખ્ત કરવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે.
 
5. પાલક - પાલક  કોઈપણ શાકભાજીની દુકાન પર મળી જાય છે. સ્પિનચ એ વિટામિન સી નો સૌથી મોટો સ્રોત છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓકિસડન્ટ હોય છે.જે આપણી રોગપ્રતિકારક શક્તિની સંક્રમણ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. પાલક ઓછા તાપ પર રાંધવી જોઈએ, નહીં તો તેમાં રહેલ પોષક તત્વોનો નાશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aambedkar Jayanti - જાણો, કેમ આંબેડકરે લાખો લોકો સાથે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો !!