suvichar

ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના મજૂરો ફરી વિફર્યા, હોબાળો મચાવી તોડફોડ કરી

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (13:25 IST)
સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંક 564 થઈ ગયો છે. વધુ નોંધાયેલા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પણ કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન આજે ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. જ્યારે ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરો આજે ફરી વિફર્યા હતા. ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી.જેથી પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી કરતા મામલો ભડક્યો હતો. આજુબાજુની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રાહદારીઓની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. જેને લઈ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યો બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બે ઈંડામાં કેટલું પ્રોટીન હોય છે? જાણો Protein ની કમી પૂરી કરવા માટે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ ?

મસાલેદાર સરગવાનુ શાક

Jallianwala Bagh Day- જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ

રાયતા કેરડા - ગામઠી સ્ટાઈલ રાયતા કેયડાનું અથાણું

Baby Boys Names- સોમવારે જન્મેલા છોકરાઓનાં નામ

વધુ જુઓ..

નવીનતમ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

Asha Bhosle Funeral- 'શરીર તો ગયું, પણ આત્મા હંમેશા આપણી સાથે રહેશે', આશા ભોંસલેના નિધનથી અમિતાભ બચ્ચન ખૂબ દુઃખી

ગુજરાતી જોક્સ - લગ્નની રાત

અલવિદા આશાજી: જેમણે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મોમાં પોતાના મધુર અવાજથી પ્રાણ ફૂંક્યા, જાણો આશાજીએ ગાયેલા ફેમસ ગુજરાતી સોંગનુ લિસ્ટ

આગળનો લેખ
Show comments