Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જરૂરિયાતમંદ વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત  જરૂરિયાતમંદ વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે
, મંગળવાર, 28 એપ્રિલ 2020 (10:04 IST)
કોરોના વાઇરસના કારણે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે. જેમાં ગુજરાતના વકીલોની હાલત કફોડી બની છે. જેથી આર્થિક જરૂરિયાતમંદ વકીલોની વહારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આવ્યું છે. જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. 49000 વકીલોના બેન્ક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાની વકીલો દ્વારા બાર કાઉન્સિલમાં અરજી કરવામાં આવી હતી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે. 31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે. જ્યારે 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો હોવાનું તેમણે ઉમેર્યું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 સાથે કુલ 3548 પોઝિટિવ કેસ, કુલ મૃત્યુઆંક 163 થયો