Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૃતકોની સંખ્યા વધતાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે

મૃતકોની સંખ્યા વધતાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે
, સોમવાર, 27 એપ્રિલ 2020 (16:33 IST)
દેશમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હી ગત 24 કલાકમાં 293 નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27892 થઇ ગઇ છે. આ વચ્ચે અમદાવાદ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતનું અમદાવાદ દેશનું સૌથી મોટું કોરોના હોટસ્પોટ  બનીને સામે આવ્યું છે. ગત 24 કલાકમાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને 178 થઇ હતી. આ સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 2181 થઇ છે. વળી ખાલી 140 લોકો અત્યાર સુધી સ્વસ્થ થઇ પાછા ફર્યા છે. અને મૃત્યુ આંક 104 થયો છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના કારણે 18 લોકોની મોત થઇ છે. આ આંકડા ચોંકવનારા છે.અમદાવાદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાથી 104 લોકોની મોત થઇ ચૂકી છે. જ્યારે મુંબઇમાં 342 લોકોની મોત થઇ છે. વળી ગત સપ્તાહમાં અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની મોતના આંકડામાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઇએ કે 20 એપ્રિલ પછી અત્યાર સુધીમાં અમદાવાદમાં 67 લોકોની મોત થઇ ચૂકી છે. જો કે મુંબઇથી વધુ નથી.પણ ખાલી અમદાવાદમાં જ 2181 લોકો કોરોનાથી સંક્રમિત છે. જે મહારાષ્ટ્ર પછી તમામ રાજ્યોના આંકડા કરતા વધુ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ અમદાવાદની આસપાસ જેટલા જ કોરોના સંક્રમિત દર્દીઓ છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 12 દિવસમાં 3300થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. 12 દિવસમાં અમદાવાદમાં કોરોના વાયરસતી સંક્રમિત દર્દીઓની સંખ્યા ચાર ગણી વધી ગઇ છે. આ વાત તે વિષય પર ઇશારો કરે છે કે રાજ્ય સરકાર અને સ્વાસ્થય મંત્રાલયે ગુજરાતમાં કોરોના પ્રકોપ વિષે જેટલું વિચાર્યું હતું તેનાથી સ્થિત અનેક ધણી વધારે ખરાબ થઇ ગઇ છે. વળી ગુજરાતમાં કોરોના દર્દીઓની તપાસનો આંકડો પણ ખૂબ જ ઓછો છે.ગુજરાતમાં હજી સુધી 51,091 નમૂનાનું જ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે મહારાષ્ટ્ર કરતા અડધું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1.16 લાખથી વધુ લોકો તપાસ થઇ છે. વળી તમિલનાડુ જ્યાં ગુજરાતની તુલનામાં દર્દી ઓછા છે ત્યાં પણ 87,000 વધુ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ટેસ્ટ કરાવતા વધુ લોકો આંકડા બહાર આવે તેવી સંભાવના છે. અને આ ટેસ્ટ જલ્દી થવા જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કોરોનાને આપી મ્હાત, બતાવી પ્લાઝમા આપવાની તૈયારી