Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલિજિબલ બેચલર્સને કિડનેપ કરવા માટે ''જબરિયા જોડી'' આવી રહી છે અમદાવાદ

  જબરિયા જોડી
Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (16:29 IST)
સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપડા અભિનીત ફિલ્મ ''જબરિયા જોડી'' પોતાની અનોખી કહાનીના લીધે સતત દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. ફિલ્મ હવે પોતાની રિલીઝથી થોડા દિવસો જ દૂર છે, એવામાં સિદ્ધાર્થ અને પરિણીતિ ફિલ્મના પ્રમોશનમાં કોઇ કમી છોડી નથી. આ ફિલ્મ બિહારમાં થનાર ''પકડવા વિવાહ'' પર આધારિત છે, એટલા માટે પોતાની કહાનીને ધ્યાનમાં રાખતાં પરિણીતિ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રચારમાં પણ આ પ્રકારના ગુનાને અંજામ આપવા માટે તૈયાર છે. 
 
આ પ્રમોશન પ્લાન દ્વારા 'જબરિયા જોડી'' ભારતના દરેક શહેરથી એલિજિબલ બેચલરનું અપહરણ કરશે જેની શોધમાં ફિલ્મની ટીમ સુંદર યુવાનોને  કિડનેપ કરવા અમદાવાદ, ઇન્દોર અને પટના જેવા શહેર તરફ વાળવા માટે તૈયાર છે. 
ફિલ્મની મુખ્ય જોડી આ રવિવારે અમદાવાદ શહેરમાં અપહરણનું કાવતરું રચવા માટેની યોજના બનાવી રહી છે. હવે સિદ્ધાર્થ અને પરિણીતિથી કોણ કિડનેપ થવા નહી માંગે, તો આવો તૈયાર થઇ જાવ આ જબરિયા જોડી સૌથી એલિજિબલ બેચલરને કિડનેપ કરવા માટે આવી રહી છે. 
 
ફિલ્મમાં જાવેદ જાફરી, અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા અને ચંદન રોય સાન્યાલ જેવા દમદાર કલાકારોની ટોળી જોવા મળશે. શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેષ આર સિંહ દ્વારા નિર્મિત ''જબરિયા જોડી'' 2 ઓગસ્ટ 2019ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

આગળનો લેખ
Show comments