30 વર્ષની થઈ ભૂમિ પેડનેકર, કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ, જુઓ ફોટા

ગુરુવાર, 18 જુલાઈ 2019 (15:47 IST)
બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે.  વર્ષ 2015મા રજુ થયેલ ફિલ્મ દમ લગા કે હઈશા દ્વારા ભૂમિએ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ભૂમિનો જન્મ 18 જુલાઈ 1989માં મુંબઈમાં થયો હતો. તાજેતરમાં જ તેણે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો જેનોઆ ફોટા તેણે પોતાના ઈસ્ટા એકાઉંટ પર શેયર કર્યા છે. 
શેયર કરવામાં આવેલ ફોટામાં ભૂમિ નાઈટ શૂટમાં બેસેલી દેખાય રહી છે અને તેની આગળ કેક અને બુકે પડ્યો છે. બીજી બાજુ તસ્વીરોમાં ભૂમિ સાથે તેમની માતા સુમિત્રા અને બહેન સમીક્ષા સાથે મસ્તી કરતી અને કેક કાપતી દેખાય રહી છે. 
ભૂમિના આ ફોટા પર તેમને અનેક સ્ટાર્સે શુભેચ્છા પાઠવી છે. ડાયના પેંટીએ તસ્વીર પર કમેંટ કરતા લખ્યુ હેપ્પી હેપ્પી હેપ્પી ભૂમ્સ. બીજી બાજુ એક્ટર વિજય વર્માએ હેપી બર્થડે ભૂમિ લખ્યુ છે.  આ ઉપરાંત ડિઝાઈનર સંદીપ ખોસલા, ટીવી એક્ટર કરણવીર બોહરા, તાપસી પન્નૂ, એકતા કપૂર, તાહિરા કશ્યપ, પત્રલેખા અને વાણી કપૂરે તેમને વિશ કર્યુ છે. 
 
ભૂમિના અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ભૂમિ ટૂંક સમયમાં જ 'સાંડ કી આંખ' માં જોવા મળવાની છે. જેમા તાપસી પન્નૂ પણ લીડ રોલમાં જોવા મળશે. બીજી બાજુ ભૂમિ જૌહરની ફિલ્મ 'તખ્ત'માં એક શ્રીમંત યુવતીનો રોલ પ્લે કરશે. 
 
આવનારા ચાર વર્ષમાં ભૂમિ પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર ગ્લેમરસ રોલ ભજવશે.  આ ઉપરાંત પતિ પત્ની ઔર વો પણ તે કરવાની છે જેમા કાર્તિક આર્યન અને અનન્યા પાંડે લીડ રોલ ભજવશે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ટીવી શોમાં દેબિના બનર્જીએ પહેલીવાર પહેરી બિકની, જુઓ હૉટ ફોટા