Webdunia - Bharat's app for daily news and videos

Install App

MIM ના દરવાજા આજે પણ આંબેડકર માટે ખુલ્લા છે - ઈમ્તિયાઝ જલીલ

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (14:09 IST)
ઓલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (MIM)એ સંકેત આપ્યો છે કે પ્રકાશ આંબેડકરની આગેવાનીવાળી વંચિત બહુજન અગાડી સાથે ગઠબંધન હજુ ખતમ થયુ નથી.  એમઆઈમ મહારાષ્ટ્રના અધ્યક્ષ અને ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યુ, "આંબેડકર માટે અમારા દરવાજા હજુ પણ ખુલ્લા છે. પણ તેમને અમે વધુ સીટો આપવી જોઈએ.  તેઓ આજે ઔરગાબાદ બીબીસી ન્યુઝ મરાઠીના રાષ્ટ્ર મહારાષ્ટ્ર કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. 
 
બંને દળો - એમઆઈએમ અને વનીત બહુજન અગાડીએ 2019ની લોકસભા ચૂંટણી એક સાથે લડી અને ઔરગાબાદ સીટ પરથી જીત મેળવી. જે પહેલા શિવસેના દ્વારા લગભગ ત્રણ દસકા સુધી આયોજીત કરવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ મહારાષ્ટ્રમાં 40 સીટો પર ભગવા ગઠબંધનની જીતમાં મદદ કરી, તો ઔરંગાબાદમાં મુસ્લિમ અને દલિત વોટોનુ એકીકરણ થયુ..  
 
ઓક્ટોબર 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બંને દળો વચ્ચે ગઠબંધનને ત્રીજી તાકત માનવામાં આવી રહ્યુ હતુ. જો કે તાજેતરમાં સપ્તાહથી બધુ તૂટવા માંડ્યુ.  એમઆઈએમ પાર્ટીએ કહ્યુ, પ્રકાશ આંબેડકરે 288માંથી ફક્ત 8 સીટોની રજુઆત કરી અને બંને દળ જુદી જુદી ચૂંટણી લડશે. MIM પ્રમુખ અસરુદ્દીન ઔવેસીએ ફરીથી કહ્યુ કે ગઠબંધન રહ્યુ નથી. 
 
બીજી બાજુ પ્રકાશ આંબેડકરે ગઠબંધન કાયમ રાખવાની વાત કરી અને કહ્યુ કે  MIMને સીટ વહેંચણી પર ફરીથી વાતચીત કરવી જોઈએ.  હવે પહેલીવાર એમઆઈએમ એ વિધાનસભા ચૂંટણીમાં વધેલી સીટોની પૂર્વ શરત સાથે , લિસ્ટમાં પરત ફરવાની ઈચ્છા બતાવી છે. 
 
ઈમ્તિયાઝ જલીલે કહ્યુ કે હું એક મુસ્લિમ છુ તેથી મને નિશાન બનાવાયો છે.    તેમણે શો માં એ પણ સ્વીકર કર્યુ કે 17 સપ્ટેમ્બરના રોજ ધ્વજારોહણ સમારંભમાં ભાગ ન લેવો એક ભૂલ હતી.  તેઓ આવતા વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ મરાઠવાડા મુક્તિ સંગ્રામ દિવસ ઉજવવામાં આવે છે.  આ 1948માં મરાઠવાડાની મુક્તિનુ પ્રતીક છે. જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદ પર આક્રમણ કર્યુ અને હૈદરાબાદને ભારતીય ગણરાજ્યમાં વિલય કરવા માટે નિઝામને હરાવ્યો.  જલીલની પાર્ટી, (MIM)એ પોતાના અગાઉના અવતારમાં - રજાકારો સાથે જોડાયેલા હતા, જેમણે આ સ્વતંત્રતા આંદોલનનો વિરોધ કર્યો હતો. 
 
જલીલે કહ્યુ, તેઓ 17 સપ્ટેમ્બરના રોજ બેઠકોમાં વ્યસ્ત હતા અને સ્થાનીક મીડિયાએ તેમને મુસ્લિમ હોવાથી નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યુ  "શુ તમે ક્યારેય શિવસેના નેતાને પૂછશો કે તેમણે ધ્વજ સમારંભમાં ભાગ કેમ ન લીધો ? મને મારા દેશ માટે મારા પ્રેમનુ પ્રમાણ પત્ર આપવાની જરૂર કેમ છે ? 
 
શુ કોંગ્રેસ-શિવસેનાનુ ગઠબંધન શક્ય છે ? શિવસેનાના ધારાસભ્ય અમ્બાદાસ દાનવેએ એ જ કાર્યક્રમમાં અદ્દભૂત કર્યુ કે શિવસેના, કોંગ્રેસ અને રાકાંપાના મહાગઠબંધનની શક્યતાને નકારી નથી શકાતી.  શિવસેના-ભાજપા ગઠબંધન તૂટવાની સ્થિતિમાં વિવિધ શક્યતાઓ વિશે પૂછવામાં આવતા દાનવે કહ્યુ કે રાજનેતિમાં કોઈપણ શક્યતાને નકારી શકાતી નથી.  
 
જો કે સત્યજીત તાંબે, મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષે બીબીસી મરાઠીના કાર્યક્રમમાં કહ્યુ, "અમારી વિચારધારા બિલકુલ મળતી નથી.  તેથી આવુ ગઠબંધન શક્ય નહી રહે.  જ્યારે પ્રસ્તાવ બનાવવામાં આવ્યો હતો ત્યારે અમે એમએનએસની સાથે પણ નહોતા. 
 
આદિત્ય ઠાકરે અને રાહુલ ગાંધી વિશે એક ટીવી એંકર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરતા બંને નેતા એક સાથે આવ્યા. જો કે શિવસેના નેતા દાનવે રાહુલ ગાંધીની છેલ્લા 5 વર્ષની સખત મહેનત પર પ્રશંસા કરી. 
 
એક યુવા વિદ્યાર્થી દ્વારા અમૃતા ફડણવિશને વારે ઘડીએ ટ્રોલ કરવા વિશે પૂછવામાં આવેલ પ્રશ્ન પર બહુજન વંચિત અઘાડીના પ્રવક્તા દિશા શેખે કહ્યુ, "શ્રીમતી ફડણવીસનુ સમર્થન કરવુ જોઈએ." તેમને આગળ કહ્યુ કે એક મહિલાએ એક મહિલાનુ સમર્થન કરવુ જોઈએ, જે ઓનલાઈન ટ્રોલનો શિકાર થાય છે." 
 
યુવા રાકાંપા નેતા સક્ષ સલગરને પૂછવામાં આવ્યુ કે હા આપણે સીએમની પત્નીનુ સમર્થન કરીશુ પણ સામાન્ય મહિલાઓનુ સમર્થન કેવી રીતે કરીશુ.  પોતાના ઉગ્ર ભાષણો માટે ઓળખાનારઈ શકના આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે. 
 
સ્વાભિમાની ખેડૂત પાર્ટીની નેતા, પૂજા મોરે જે સીએમની રેલીમાં વિરોધ કર્યા પછી ચર્ચામાં આવી તેમણે શક્શનાનું સમર્થન કર્યુ અને કહ્યુ, "જ્યારે મને વિરોધ પ્રદર્શન પરથી હટાવી દેવામાં આવ્યો તો પોલીસે મારી સાથે એક સામાન્ય મહિલાની જેમ વ્યવ્હાર કર્યો.  પણ જ્યરે સીએમની પત્નીને ટ્રોલ કરવામાં આવે છે તો તેમને વિશેષ ટ્રીટમેંટ આપવામાં આવે છે." 
 
સ્થાનીય શિવસેના નેતા યશશ્રી બખરિયા અને કોંગ્રેસ નેતા કલ્યાણી મંગવેએ સર્વસંમ્મતિથી કહ્યુ કે, 'દરેક મહિલા સાથે સન્માન સાથે વ્યવ્હાર કરવો જોઈએ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments