Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચિદંબરમ બોલ્યા - કાશ્મીર મુસ્લિમ બહુસંખ્યક, તેથી મોદી સરકારે અનુચ્છેદ 370 હટાવ્યો

ચિદંબરમ બોલ્યા - કાશ્મીર મુસ્લિમ બહુસંખ્યક, તેથી મોદી સરકારે અનુચ્છેદ 370 હટાવ્યો
ચેન્નઈ. , સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:28 IST)
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદબરમે અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણય પર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે રવિવારે ચેન્નઈમાં કહ્યુ કે મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય એ માટે લીધો કારણ કે ત્યા મુસલમાન બહુસંખ્યક છે. જો ત્યા હિન્દુ બહુસંખ્યક હોત તો આ નિર્ણય નહી લેવામાં આવતો. 
 
ચિદંબરમે કહ્યુ, "જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે.  ભાજપાને છોડીને તેમા કોઈને પણ શક નથી.  જે લોકો 72 વર્ષનો ઈતિહાસ નથી જાણતા તેમણે ફક્ત તાકત બતાવવા માટે અનુચ્છેદ 370ને ખતમ કરવામાં આવ્યો. સંવિધાનના અનુચ્છેદ 371ના અનેક ખંડોના હેઠ્ળ પણ અનેક રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.'
 
પ્રદર્શનકારીઓને દબાવાયા 
 
ચિદંબરમે એ પણ કહ્યુ કે અનુચ્છેદ 370નો વિરોધ કરી રહેલ હજારો પ્રદર્શનકારીઓને દબાવવામાં આવ્યા. તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. આંસુ ગેસના ગોળા છોડવામાં આવ્યા.  આ બધુ સત્ય છે. હુ આ વાતને લઈને પણ દુખી છુ કે દેશની 7 પાર્ટીઓએ અનુચ્છેદ 370 હટાવવાનુ સમર્થન કર્યુ.  તૃણમૂલ કોંગ્રેસએ સદનમાં આ મુદ્દા પર વોકઆઉટ તો કર્યુ પણ તેમણે અંતર ન બતાવ્યુ. 
 
પૂર્વ નાણાકીય મંત્રી મુજબ "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370 હટાવ્યા પછી દેશને સંબોધિત કર્યુ. તેમણે સમજી વિચારીને કેટલાક એવા કાયદા વિશે બતવ્યુ જે હવે જમ્મુ કાશ્મીર પર લાગુ નહી થાય. હુ એવા 90 કાયદા બતાવી શકુ છુ જે ત્યા આજે પણ લાગુ છે."
 
નેહરુ પટેલ વચ્ચે કોઈ મતભેદ નહોતા
 
ચિદંબરમના મુજબ - દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભાઈ પટેલ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ રહ્યો નહોતો.  પટેલનુ આરએસએસ સાથે કોઈ સંબંધ નહોતો.  ભાજપા પાસે કોઈ નેતા નથી. તેઓ અમારા નેતાઓને ચોરી રહ્યા છે.  આ વાતનો કોઈ ફરક નથી પડતો.  કોણ, કોણુ છે એ તો ઈતિહાસમાં નોંધાયેલુ છે અને તેને ભૂલી નથી શકાતુ.'
 
5 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનુચ્છેદ 370 હટવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેના થોડીવાર પછી જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનુચ્છેદને હટાવવા માટે અધિસૂચના રજુ કરી દીધી.  હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.  જમ્મુ-કાશ્મીરમાં દિલ્હી જેવી વિધાનસભા રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં હોટલએ બે બાફેલા ઈંડાના લીધા 1700 રૂપિયા, રાહુલ બોસને ટેગ કરતા લખ્યુ ભાઈ આંદોલન કરો..