મુંબઈમાં હોટલએ બે બાફેલા ઈંડાના લીધા 1700 રૂપિયા, રાહુલ બોસને ટેગ કરતા લખ્યુ ભાઈ આંદોલન કરો..

સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:26 IST)
ખાસ વાત 
હોટલએ એક આમલેટ માટે 850 અને ડાઈટ કોક માટે 260 રૂપિયા શુલ્ક લગાવ્યું.
 બે બાફેલા ઈંડા માટે 18 ટકા જીએસટીની સાથે 1700 રૂપિયા લીધા 
એક હોટલે બોસથી બે કેળા માટે જીએસટી લગાવીને 442 રૂપિયા લીધા હતા. 
 
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક હોટલ દ્વારા બે બાફેલા ઈંડાના 1700 રૂપિયા લેવાની બાબત રવિવારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું. લેખક- ફોટોગ્રાફર કાર્તિક ધરએ બિલ ટ્વીટ કરતા લખ્યું કે ફોર સીજંસ હોટલએ બે બાફેલા ઈંડા માટે 18 ટકા જીએસટીની સાથે  1700 રૂપિયા લીધા. સાથે જ તેને રાહુલ બોસને ટેગ કરતા લખ્યુ કે ભાઈ આંદોલન કરો..
હકીકતમાં થોડા દિવસ પહેલા ચંડીગઢના એક હોટલએ બોસથી બે કેળા માટે જીએસટી લગાવીને 442 રૂપિયા લીધા હતા. તેના કારણે હોટલ પર દંડ પણ લગાવ્યું હતું. ધર દ્વારા ટ્વીટ કરેલ બિલના મુજબ હોટલે એક આમલેટ માટે 850 અને ડાઈટ કોક માટે 260 રૂપિયા શુલ્ક લગાવ્યું.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કાશ્મીરમાં ઈદ : 'જ્યારે કોઈને ઈદ મુબારક જ કહી શકાય એમ નથી તો ઈદ શેની?'