Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
ધન-વ્‍યક્તિત્‍વ
"ધન રાશિના વ્‍યકિ્ત વિશેષ પ્રમાણમાં દાર્શનિક સ્‍વભાવના હોય છે. તેઓ વિશ્લેષણ અને સાર-સંગ્રહમાં ‍વધારે રસ લે છે. તેઓ કળાપ્રિય, ક્રિયાશિલ, અને અત્‍યંત સંવેદનશાળી હોય છે. તેઓ ભાવુક વધારે હોય છે. શિખામણ આપવી તેમને વધુ પસંદ છે. અગ્નિ તત્‍વની રાશિ હોવાથી સક્રિયતા વધારે પ્રિય છે. તેમનામાં આત્મ-નિયંત્રણ અને આત્‍માનુશાસનનો અભાવ જોવા મળે છે. તેઓ પોતાના વિચારોથી સમયને પ્રભાવિત કરવા ઇચ્‍છે છે. તેઓ દરેક ક્ષેત્રમાં સર્વોત્તમ થવા ઇચ્‍છે રાખે છે. આ રાશિના લોકો બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, પોતાની આજુબાજુના ક્ષેત્રોમાં તેઓ સામાજીક કાર્યકર તરીકે પ્રસિદ્ધ હોય છે. તેમનામાં બુદ્ધિ અને દ્રઢતાથી કોઇ કામમાં ટકવાનો અભાવ જોવા મળે છે. બહારથી સરળ દેખાય છે પરંતુ અંદર સમસ્‍યાઓને છુપાવી રાખે છે. તેઓ એક વિષય થી બીજા વિષય પર ભટકતા રહે છે. તેઓ સ્‍પષ્‍ટ વક્તા અને નિડર હોય છે જેના કારણે તેમને મુશ્કેલી આવે છે. બીજા પર જલ્દીથી વિશ્વાસ કરે છે. જે તેમનો દોષ માનવામાં આવે છે. આ રાશિમાં મંગળ હોય તો કોઇપણ મુશ્કેલી આવે છે. આત્‍મહત્‍યાનો ભય રહે છે. વૃદ્ધાવસ્‍થામાં તેઓ સાંસારિક જીવનથી કંટાળી જાય છે.તેઓ વાસ્‍તવિકતાથી બચવા માંગે છે અને દોષને જાણતા હોવા છતાં અજાણ્યા રહે છે. પોતાના માટે ખોટી સમસ્‍યાઓં ઉત્‍પન્‍ન કરવી તેનો સ્‍વભાવ છે. સામાજીક અને રાજનૈતિક કાર્યક્રમમાં તેઓ આગેવાન તરીકે રહેવું પસંદ કરે છે. તેઓ અંતર્મુખી હોય છે. તેઓ ફક્ત બુદ્ધિમાન નથી હોતા તેઓ શક્તિ સંપન્‍ન હોય છે. તેઓ અન્‍યને પોતાના નક્કી કરેલ માપદંડથી પસંદ કરે છે અને વિશ્વાસઘાત મેળવે છે. તેમનામાં શક્તિ સંપન્‍ન થવાની અને લોકો પર પ્રભાવ નાખવાની ઇચ્‍છા હોય છે. તેઓ અંદરથી ચિંતામગ્‍ન હોય છે. તેઓ સમગ્ર સંસારને પ્રેમમય જુએ છે. પોતાને ગમતી વસ્‍તુ મેળવવા માટે તેઓ સર્વ સાથે સંઘર્ષ કરે છે. કોઇ પણ માન્‍યતાનો સ્‍વીકાર પૂર્ણ વિચાર કર્યા બાદ કરે છે. તેઓ ધાર્મિક હોવા છતાં પરંપરાગત ધાર્મિક રીત-રીવાજો પાળતા નથી. તેઓ બીજી માન્‍યતાઓ, વિશ્વાસ અને દર્શનની વચ્‍ચે વિહાર કરે છે. તેઓ હંમેશા ઉંચાઇ મેળવવા પ્રયત્‍ન કરે છે. તેમની સહજબોધ શક્તિ અસાધારણ હોય છે. સ્‍વભાવથી તેઓ કૂટનીતિજ્ઞ નથી હોતા પરંતુ સ્‍પષ્‍ટ વક્તાના કરણે અજાણતા બીજાની ભાવનાઓને તેનાથી ઠેસ પહોંચે છે. તેઓ વાતો વધારે પ્રમાણમાં કરે છે. તેઓ ક્યારેક અસાધારણ સંકટને સ્‍વીકારી લે છે. તેમની આંતરીક પ્રેરણા તેમને યોગ્ય રસ્‍તા પર લઇ જાય છે. તેઓ સંકુચિત વૃત્તિના નથી હોતા. તેમનું શરીર સ્‍વસ્‍થ અને શક્તિશાળી હોય છે. તેઓ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવો પણ પોતાનું અસન્‍માન સમજે છે. તેમને સંગીત પસંદ છે. તેમને પ્રવાસ કરવો ગમે છે. તેઓ ધુની, દ્રઢ વિચારક, સાહસી, જોશ વાળા, અને સ્‍પષ્‍ટવાદી હોય છે. તેમની માનસિક શક્તિ બહુ તિવ્ર હોય છે. કાયદો, પ્રતિષ્‍ઠા અને ન્‍યાયનો આદર કરે છે. તેમનો આકર્ષક વ્યવહાર તેમને સર્વ મેળવવામાં સહાયક બને છે. તેઓ વિચારશીલ અને ધૈર્યવાન હોય છે. બીજાના વિચારોને શાંતિથી સાંભળે છે પરંતુ તેમની આલોચના કરતા નથી. અન્‍ય પર પૂર્ણ વિશ્વાસ રાખે છે તેના કારણે બીજા પણ તેનો વિશ્વાસ કરે છે. તેઓ બીજાની ભાવનાઓનું ધ્‍યાન રાખે છે અને તેમન મદદ કરે છે. આ રાશિનો સંબંધ કૂલ્‍લા અને સાથળ સાથે છે. તેમનું સ્‍વાસ્‍થ્ય સામાન્ય રીતે સારૂ રહે છે. ખાવા-પીવાનું ધ્‍યાન ન રાખવાથી વાયુના શિકાર બને છે. ધન રાશિની સહુથી મોટી શક્તિ અનુભવમાંથી સીખવું છે. તેમનું વ્‍યક્તિત્‍વ સ્‍તષ્‍ટ, ભાવુક, બેચેન, બૌદ્ધિક ઉત્‍સુકતા થી ભરપૂર હોય છે. "

રાશી ફલાદેશ