Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia
ધન-આર્થિક પક્ષ
ધન રાશીની વ્‍યક્તિને લેન-દેન, ખરીદ-વેચણ, જમાનત, અને કોર્ટના કામની મુશ્કેલીઓ આવ્‍યા કરે છે. તેમની પાછળ હંમેશા ખર્ચ રહે છે માટે રૂપીયાની બચત થતી નથી. જીવનમાં મોટા ખર્ચનો પ્રસંગ આવે છે જેના કારણે દેવું થવાની શક્યતા છે. રૂપીયાની બાબતમાં તેઓ હસમુખ હોય છે. અ‍ાર્થિક નુકશાની વાળી વ્યક્તિને હસાવવાની શક્તિ તેમનામાં હોય છે. આવકના વધારાની સાથે-સાથે તેઓ આર્થિક બાબતમાં કટ્ટર થતા જાય છે. તેઓ યશનાં ભુખ્‍યા હોય છે. અને તેઓ પોતાના ઘનને ફક્ત તેવા કામમાં ખર્ચ કરે છે જેમાં યશ મળે છે. રૂપીયાના ખર્ચ કરવાની બાબતમાં તેઓ કંજુસ સ્‍વભાવના હોય છે.

રાશી ફલાદેશ