ધન-મિત્રતા
"ધન રાશિની વ્યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્યે વફાદાર રહે છે. તેઓ અત્યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્ફળ લાગે છે. આ રાશિ સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્વભાવની વ્યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્યક્તિ આ રાશિ પર વિશ્વાસ રાખે છે. સ્વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશિની વ્યક્તિ ધન રાશિને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્ચે લગ્ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશિ સાથે લગ્ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે."