rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુશ્તી છોડવા બાબતે વીનેશ ફોગાટે શું કહ્યું ?

vinesh phogat
, સોમવાર, 26 ઑગસ્ટ 2024 (14:15 IST)
પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધાના ફાઇનલ મુકાબલા પહેલાં અયોગ્ય જાહેર કરાયાં પછી વીનેશ ફોગાટે કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી.
 
પેરિસ ઑલિમ્પિકથી પાછા ફર્યા બાદ વીનેશ ફોગાટનું દેશમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
તેમણે હવે કુશ્તીમાં પોતાના ભવિષ્ય વિશે ફરીથી નિવેદન આપ્યું છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં વીનેશ ફોગાટે કહ્યું, "મારા મનમાં વિચારો ચાલી રહ્યા છે, કારણ કે કોઈ પણ ખેલાડી માટે રમત છોડવી સરળ હોતી નથી. મારા માટે પણ સરળ નથી."
 
તેમણે કહ્યું,"મારી સાથે જે થયું તેને કારણે હું ભાવનાત્મક રીતે તૂટી ગઈ છું. મારું શરીર કામ કરે છે, પરંતુ માનસિક રૂપે હું તૂટી ગઈ છું."
 
ભારતીય મહિલા કુશ્તીબાજ વીનેશ ફોગાટે કહ્યું, "હું જે દિવસે શાંતિથી પોતાની સાથે બેસીશ ત્યારે હું મારું ભવિષ્ય નક્કી કરી શકીશ કે શું કરવું છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jammu Kashmir ચૂંટણી માટે BJP ની નવી લિસ્ટ જાહેર, જાણો આ વખતે કેટલા છે નામ