Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

દિલ્હીમાં ડિવાઈડર પર સૂઈ રહેલા પાંચ લોકોને ટ્રકે કચડી નાખ્યા, ત્રણના મોત

delhi accident news
, સોમવાર, 26 ઑગસ્ટ 2024 (11:49 IST)
શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ટ્રકે ડિવાઈડર પર સૂતેલા પાંચ લોકોને કચડી નાખ્યા હતા. સોમવારે સવારે 5.30 વાગ્યે થયેલા અકસ્માતમાં ઘાયલ પાંચ લોકોને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બેને ગંભીર હાલતમાં જીટીબીમાં રીફર કરાયા હતા.
 
મળતી માહિતી મુજબ પાંચેય લોકો બેઘર હતા. અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. એક મૃતકની ઓળખ ઝાકિર તરીકે થઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં અકસ્માત અંગે સવારે 4.56 કલાકે પીસીઆર કોલ આવ્યો હતો. સીલમપુર તરફથી આવી રહેલી એક ટ્રક અચાનક ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ફૂટપાથ પર સૂઈ રહેલા 5 લોકોને કચડી નાખ્યા હતા. ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘાયલોને જેપીસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આરોપી ડ્રાઈવરને પકડવા પ્રયાસો હાથ ધરાયા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા મોટો અકસ્માત, રાહત દળે 10 લોકોને સુરક્ષિત બચાવ્યા