જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ 15 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે. બીજેપીએ જૂની લિસ્ટમાં સંશોધન કર્યા બાદ આ નવી લિસ્ટ જાહેર કરી છે. આ પહેલા બીજેપીએ 44 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી હતી. પણ થોડા જ સમય પછી તેને પરત લેવામાં આવી. તેમા ફેરફાર કરીને બીજેપીએ આ વખતે પહેલી લિસ્ટમાં ફક્ત 15 ઉમેદવારોના ના નામોનુ એલાન કર્યુ છે.
4 ઓક્ટોબરે આવશે પરિણામ
90 વિધાનસભા સીટોવાળી જમ્મુ કાશ્મીરમાં ત્રણ ચરણોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પહેલા ચરણ માટે વોટિંગ 18 સપ્ટેમ્બરના રોજ 24 સીટો પર થશે. પહેલા ફેઝ માટે નામાંકનની અંતિમ તારીખ 27 ઓગસ્ટ છે. આવામાં આજે જમ્મુ કાશ્મીર પર બીજેપીએ પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. બીજા ચરણની વોટિંગ 25 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે 26 સીટો માટે વોટિંગ થશે અને ત્રીજા અને અંતિમ ચરણની વોટિંગ એક ઓક્ટોબરના રોજ થશે. ત્રીજા ચરણમાં 40 સીટો પર વોટિંગ નાખવામાં આવશે. મતોની ગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે.
જમ્મુ-કાશ્મીરમાં આ વખતે રસપ્રદ રહેશે મુકાબલો
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. એક તરફ, ભાજપ તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ હાલમાં એકલી ચૂંટણી મેદાનમાં છે, જ્યારે આ વખતે પહેલીવાર આમ આદમી પાર્ટી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.