rashifal-2026

Good Luck tips- દુર્ભાગ્યને સૌભગ્યમાં બદલવા માટે જરૂર કરો આ 8 કામ

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (06:43 IST)
દરેકના જીવનમાં સમસ્યાઓ આવતી જતી રહે છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક સમસ્યા કાયમ રહે છે.  જો તમારા જીવનમાં પણ સતત સમસ્યાઓ બની છે તો કેટલાક સહેલા ઉપાય કરી તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. 
1. સવારે ઉઠતા જ તમારા હાથની બંને હથેળીઓને જોડીને થોડી વાર જુઓ અને આ મંત્ર બોલો. 
 કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી
કલમૂલે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ.. 
 
2. સવારે સ્નાન વગેરે કર્યા પછી ફૂલ, અગરબત્તી, દીવો વગેરેથી ભગવાનની પૂજા કરો. તેનાથી પણ દેવતા પ્રસન્ન થાય છે. ફૂલ તાજા જ હોવા જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી જરૂર અર્પિત કરો. 
 
3. સવારે સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. તેનાથી પિતરોની કૃપા સદા તમારા પર કાયમ રહેશે. તાબાના પાણીમાં કંકુમ અને લાલ ફૂલ પણ હોવા જોઈએ. જેનાથી સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે. 
 
4. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરો. તેનાથી તમારી અંદર કામ કરવાની ક્ષમતાનો વિકાસ થશે. 
 
ॐ भूर्भुवः स्वः । तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥
 
5. સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસીના છોડ સામે ગાયના ઘીનો દીવો જરૂર લગાવો. તેનાથી ઘરમાં પૉઝીટીવ એનર્જી કાયમ રહે છે અને નેગેટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. 
 
 
6. રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા તમારા વડીલોના પગે પડીને તેમના આશીર્વાદ લો. આવુ કરવાથી તમારા બગડતા કામ બનવા માંડશે અને તમારા તરક્કીના રસ્તા આપમેળે જ ખુલી જશે. 
 
7. સવારે ઘરમાં બનેલી પ્રથમ રોટી ગાયને ખવડાવો. તેનાથી દેવતાઓની કૃપા તમારા પર કાયમ રહેશે. કારણ કે ગાયમાં બધા દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ શક્ય ન હોય તો લીલુ ઘાસ પણ ખવડાવી શકો છો. 
 
8. સવારે સ્નાન વગેરે કર્યા પછી નિકટ આવેલ કોઈ કુવા કે તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે. ધનની સમસ્યાનુ નિરાકરણ થશે.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments