Dharma Sangrah

આજનો દિવસ છે ખાસ, કરી લો આ ઉપાય શનિ થશે પ્રસન્ન, આર્થિક પરેશાની થશે દૂર

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (08:48 IST)
આજે અમાસ તિથિ છે. શનિવારે અમાસ તિથિ આવવાથી તેને શનિશ્ચરી અમાવસ્યા પણ કહે છે. આ દિવસે દાન અને સ્નાનથી જીવનના બધા પાપ દૂર થાય છે.  આજના દિવસે પૂજા કરવાથી પરિવારની વય અને સુખ સમૃદ્ધિ વધે છે. જેમના જીવનમાં પૈસા, નોકરી કે વેપારને લઈને કોઈ સમસ્યા હોય તેમને આજના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા કેટલાક ઉપાયો જરૂર કરવા જોઈએ. 
 
શનિ એક ક્રૂર ગ્રહ છે અને તેને ન્યાયાધીશનુ પદ પણ પ્રાપ્ત છે. શનિ કુંડલીના અન્ય શુભ ગ્રહોના સારી અસરને પણ પ્રભાવિત કરી શકે છે. જ્યોતિષ મુજબ શનિદેવને ભલે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પણ આ ગ્રહ સારા ફળ પણ પ્રદાન કરે છે.  શનિ સૌથી ધીરે ચાલનારો ગ્રહ છે. શનિ જ એકમાત્ર એવો ગ્રહ છે જે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ કારણે શનિદેવને શનૈશ્ચર પણ કહેવામાં આવે છે.  કારણ કે એ શ્નૈ: શ્નૈ: ચાલે છે. શનિદેવની ગતિ આટલી ધીમી કેમ છે ? આ સંબંધમાં એવુ કહેવાય છે કે તેઓ લંગડા છે તેથી તે ધીરે-ધીરે ચાલે છે.
 
હનુમાનજીના ભક્તોને શનિ પરેશાન નથી કરતા, આવુ કેમ...
 
ભગવાન શનિને તેલ ચઢાવવામાં આવે છે. આ સંબંધમાં કથા પ્રચલિત છે કે એકવાર હનુમાનજી અને શનિનુ યુદ્ધ થયુ અને યુદ્ધમાં શનિદેવને હારનો સામનો કરવો પડ્યો. ત્યારે હનુમાનજીએ શનિનુ દુખ ઓછુ કરવા માટે તેલ પ્રદાન કર્યુ. આ તેલને લગાવવાથી શનિદેવનુ દર્દ સમાપ્ત થઈ ગયુ. ત્યારથી શનિદેવને તેલ અર્પિત કરવામાં આવે છે.  હનુમાનજીના કારણે શનિદેવના દર્દનો અંત થઈ ગયો હતો અને આ કારણે શનિદેવ હનુમાનજીના ભક્તો પર પણ કૃપા દ્રષ્ટિ રાખે છે.  શનિના દોષોની મુક્તિ માટે હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય ધન સંબંધી પરેશાનીયો પણ દૂર થઈ શકે છે.
 
પીપળના પાન પર લખો શ્રીરામ નામ
 
સવાર સવારે પીપળના કેટલાક પાન તોડી લો અને આ પાન પર ચંદનથી કે કુમકુમથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાનની એક માળા બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી બધા પ્રકારના કષ્ટ અને ક્લેશ દૂર થઈ શકે છે.
 
જળ અર્પિત કરો
 
દર શનિવારે કોઈ પીપળમાં જળ અર્પિત કરો. ત્યારબાદ સાત વાર પીપળની પરિક્રમા કરો. પરિક્રમા પૂર્ણ થયા પછી પીપળની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
 
નારિયળનો ઉપાય
 
જો તમે પરેશાનીઓથી મુક્તિ ઈચ્છો છો તો હનુમાનજીના મંદિર જાવ અને તમારી સાથે એક નારિયળ લઈને જાવ. મંદિર પહોંચીને હનુમાનજીની પ્રતિમા સામે નારિયળ પર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયથી જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
 
દીવાનો ઉપાય
 
આ ઉપાય રોજ રાત્રે કરવો જોઈએ. આ ઉપાય મુજબ તમારે દરરોજ રાત્રે હનુમાનજી સામે એક વિશેષ દીપક પ્રગટાવવાનો છે. રાત્રે કોઈ હનુમાન મંદિર જાવ અને ત્યા પ્રતિમા સામે ચૌમુખનો દિવો લગાવો. ચૌમુખી દીવો મતલબ દીવો ચારે બાજુથી પ્રગટાવવાનો છે. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવુ રોજ કરશો તો ખૂબ જલ્દી મોટી મોટી પરેશાનીઓ પણ સહેલાઈથી દૂર થઈ જશે.
 
સિંદૂર અને તેલ અર્પિત કરો
 
હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ અર્પિત કરો. જે રીતે વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી વય માટે સેંથીમાં સિંદૂર લગાવે છે ઠીક એ જ રીતે હનુમાનજી પણ પોતાના સ્વામી મતલબ શ્રીરામ માટે આખા શરીરમાં સિંદૂર લગાવે છે.  જે પણ વ્યક્તિ હનુમાનજીને સિંદૂર અર્પણ કર છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

વધુ જુઓ..

નવીનતમ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments