Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amavasya 2021: પિતરોને સમર્પિત છે આ તિથિ, ગરીબ લોકોને જરૂર કરો દાન

Amavasya 2021: પિતરોને સમર્પિત છે આ તિથિ, ગરીબ લોકોને જરૂર કરો દાન
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:19 IST)
આજની અમાસનુ ખાસ મહત્વ છે. કહેવાય છે કે આજની અમાસ પછીથી વર્ષા ઋતુ શરૂ થાય છે. અમાસ  તિથિ પિતરોની તિથિ કહેવાય છે.  આ  તિથિ પર ચંદ્રમાં ઉદિત થતો નથી. આ દિવસે દાન કરવાથી પિતૃ દોષ, છાયા દોષ, માનસિક સમસયાઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતરોના નિમિત દાન જરૂર કરવુ જોઈએ. 
 
- પિતરોની શાંતિ માટે અમાસના રોજ ગીત પાઠ કરો. અમાસના દિવસે પીપળાનુ ઝાડ લગાવવુ શુભ હોય છે. 
- અમાસના દિવસે ભૂખ્યાને ભોજન કરાવવાનુ વિશેષ મહત્વ છે. 
- આ દિવસે વ્યસનોથી દૂર રહેવુ.
- કોઈપણ પ્રકારનુ ધન ઉધાર ન લેશો. નવી વસ્તુની ખરીદારી પણ ન કરો. 
- ભોજન પહેલા ગાય, કૂતરઓ અને પક્ષી માટે ભોજનના થોડો અંશ કાઢીને ખવડાવો. આ તિથિ પર ઘરમાં સંપૂર્ણ સાફ સફાઈ કરો. 
- ઘરમાં ગંગાજળ છાંટો 
- અમાવસ્યા પર ખીર બનાવો અને તેને બ્રાહ્મણને ખવડાવો.
-  અમાવસ્યા તિથિ પર ઝાડ વાવવા જોઈએ, તે શુભ પરિણામ આપે છે. 
- અમાવસ્યા પર પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દિવો લગાવવો શુભ માનવામાં આવે છે.
- પિતરોની તૃપ્તિ માટેપૂર્વજોના નામે શિવલિંગ પર ગંગાજળ અને બેલના પાન ચઢાવો. 
-અમાસના દિવસે તુલસીનો છોડ જરૂર લગાવવો  જોઇએ. આનાથી પૂર્વજોને મુક્તિ મળે છે. ઘરમાં તુલસીનો છોડ પરિવારના સભ્યોનું રક્ષણ કરે છે.
- એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન આપવાથી તે પૂર્વજો પ્રાપ્ત થાય છે. 
- આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને પૂર્વજોનું ધ્યાન કરો. 
- ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરો અને શ્રી યંત્ર સ્થાપિત કરો.
 આ દિવસે કાળી કીડીઓને ખાંડ સાથે ભળેલા લોટને ખવડાવો. 
- અમાવસ્યાના દિવસે શિવ પૂજા અને હવન ઘરે જ કરવા જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Good Luck For morning- સવારના આ શુભ સંકેત જરૂર મળશે સફળતા