Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્યમંત્રીના પુત્રને પાઠ ભણાવનાર સુનિતા યાદવ વિરૂદ્ધ વધુ બે તપાસ શરૂ

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2020 (12:53 IST)
ગુજરાતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશને લોકડાઉનનું ઉલ્લંઘનને લઇને આડેહાથ લેનાર એલઆર સુનીતા યાદવની મુસીબતો વધી ગઇ છે. તેના વિરૂદ્ધ વધુ બે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલાં તેના વિરૂદ્ધ એક તપાસ ચાલી રહી હતી. હવે સુનિતા વિરૂદ્ધ કુલ મળીને ત્રણ તપાસ થઇ રહી છે. બીજી તરફ સુનીતા યાદવે દાવો કર્યો છે કે તેને પહેલાં જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
 
સુનીતા યાદવ પર આરોપ છે કે તે લોકોને રસ્તા પર ઉઠક-બેઠક કરાવતી હતી. આ વાતને લઇને તેમના વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આરોપ તેમના ગત 9 જુલૈના પોતાની ડ્યૂટી પરથી ગાયબ થવાનો લાગ્યો છે. આ ઉપરાંત તેમના વિરૂદ્ધ મંત્રીના પુત્રને ફટકાર લગાવવાની તપાસ ચાલી રહી છે. 
 
સુનીતા વિરૂદ્ધ તપાસના આદેશ સુરત પોલીસ કમિશ્નર આરબી બ્રહ્મભટ્ટે આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 8 જુલાઇના રોજ મંત્રીના પુત્ર સાથે થયેલા વિવાદને આગામી 9 જુલાઇથી સુનીતા ડ્યૂટી પર આવી રહી નથી. સુનીતા યાદવે કહ્યું તે પોતાના પદેથી રાજીનામું આપી ચૂકી છે. 
 
સુનીતા યાદવ વિરૂદ્ધ ત્રણ આરોપોની તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર જેકે પંડ્યા કરી રહ્યા છે. તો બીજી તરફ સુનીતાએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રહી છે એટલા માટે તેન સુરક્ષા માટે બે સશસ્ત્ર ગાર્ડ આપવામાં આવ્યા છે. 
 
સુનીતા યાદવે કહ્યું હતું કે 'મને મારા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સહયોગ મળી રહ્યો નથી, જોકે મેં રાજીનામું આપી દીધું છે. હું એક સિપાહી તરીકે મારું કામ કરી રહી હતી. આ આપણી વ્યવસ્થાનો દોષ છે એવા લોકો (મંત્રીના પુત્ર જેવા) વિચારે છે કે તે વીવીઆઇપી છે. તો બીજી તરફ કમિશ્નરે કહ્યું કે સુનીતા સાથે પૂછપરછ ચાલી રહી છે. ટેક્નિકલિક રૂપથી તે હાલ રાજીનામું ન આપી શકે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments