Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત

કોરોના વાયરસ
, શુક્રવાર, 17 જુલાઈ 2020 (12:41 IST)
સુરતમાં હવે કોરોનાનો આંકડો સ્થાનિક લોકોની સાથે સાથે સરકારને પણ ડરાવી રહ્યો છે. સુરતમાં ગઈકાલે 217 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંકડો 8907 પર પહોંચી ગયો છે. પરંતુ નવા કેસ કરતા પણ ચોંકાવનારો આંકડો મોતનો છે. સુરત સહિત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400 ને પાર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં વધુ 6 દર્દીઓ મોતને ભેટ્યા છ. તો એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 14 દર્દીઓના મોત નિપજ્યાં છે. સુરત ના 11 અને જિલ્લાના 3 દર્દીઓના મોત નિપજ્યાં છે. જે સાથે કુલ મૃત્યુઆંક  401 થઈ ગયો છે. ચિંતાજનક સુરતની સ્થિતિનો ચિતાર મેળવવા ગઈકાલે દિલ્હી એઇમ્સની ટીમ સુરત પહોંચી છે. ચાર્ટર્ડ પ્લેનથી આખી ટીમ સુરત પહોંચી હતી. જેના બાદ આજે મીટિંગનું પ્લાનિંગ કરાયું છે. કેન્દ્રની ટિમ સુરતમાં એક્ટિવ થઈ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ, મેડિકલ એસો., આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ ટીમ બેઠક બાદ કન્ટેઈન્મેન્ટ ઝોનની મુલાકાત લેશે. તેમજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત એવા લિબાયત, કતારગામ અને વરાછા ઝોનની મુલાકાત લેશે. 11 વાગ્યે એઈમ્સની ટીમ સુરતથી ગાંધીનગર જવા રવાના થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે શાળા કોલેજો દિવાળી બાદ શરુ થવાની શક્યતાઓ, કોર્સ ઘટાડી દેવા સૂચન