Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે: વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2024 (07:31 IST)
- વડાપ્રધાન આજે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે
- ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે

વડાપ્રધાન આજે ગુજરાત પ્રવાસે  છે. ત્યારે વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રેલવેનાં વિવિધ પ્રોજેક્ટ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ એએમસી તેમજ રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી આવતી આજે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે.

આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.

આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે.અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત, આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે.અહીંયા એવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે તેમજ આશ્રમમાં ગાંધીજીના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઝેરીલા સાંપ સાથે ડાંસ કરવુ મોંઘુ પડ્યુ લાઈવ સ્ટેજ શોમા કોબરાએ કળાકારને ડંખ માર્યો

વાવ પેટાચૂંટણી પૂર્વે ભાજપે બળવાખોર ઉમેદવાર સહિત પાંચ નેતાને સસ્પેન્ડ કર્યા

સિંગલ છોકરાઓ સાવધાન! મહિલાઓ મળવા બોલાવે છે, પછી કૌભાંડ સર્જે છે

Maharashtra Elections - રાજ ઠાકરેનુ મોટુ નિવેદન, કહ્યુ - પુત્ર અમિતની જીત માટે કોઈની સામે ભીખ નહી માંગુ

સંજીવ ખન્ના બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ લીધા શપથ, જાણો કેમ છે ચર્ચા?

આગળનો લેખ
Show comments