Biodata Maker

Kewadiya Railway station- કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન લીલીઝંડી આપશે

Webdunia
રવિવાર, 17 જાન્યુઆરી 2021 (07:33 IST)
વડાપ્રધાન મોદી આવતી કાલે સવારે 11 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે.

વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે. આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે. જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ” બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે.
 
વડાપ્રધાન દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી 8 ટ્રેનોની વિગતો આ મુજબ છે
1. ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
2. ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા - દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
3. ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા - જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
4. ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
5. ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
6. ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
7. ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
8. ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments