Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર માર્યો

In Vadodara  unknown youths beat an old man to death due to suspicion of theft
Webdunia
શનિવાર, 30 માર્ચ 2024 (17:33 IST)
In Vadodara, unknown youths beat an old man to death due to suspicion of theft

વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જે ઘટનાનો વીડિઓ પણ સામે આવ્યો છે. આ વીડિઓમાં બે યુવક વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય એવું નજરે પડી રહ્યું છે. આ મામલે માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ વીડિયોમાં નજરે પડે છે. વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે, સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જુએ છે. સમગ્ર બાબતે માંજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, ઇજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.

આ મામલે જાગ્રત નાગરિકે પોલીસને જાણ કરી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ હું મારી કંપનીથી મારી કાર લઈને મારા ઘરે જતો હતો. એ વખતે સાંજના આશરે સવા છ વાગ્યાના સુમારે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલું છે એની આજુબાજુ લાઈટિંગ છે તેમજ ફુવારા માટે સબમર્સિબલ પં૫ લગાડેલો છે એ જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા. એમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધને મારતી હતી અને ગંદી ગાળો બોલતો હતો. મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતાં માર મારનાર ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.માર મારનાર ઇસમો સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments