Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બસ મોડી આવતાં જ અમદાવાદના લાલ દરવાજા AMTS ડેપોમાં ધબધબાટી બોલી,

AMTS depot in Ahmedabad
, શનિવાર, 30 માર્ચ 2024 (10:41 IST)
AMTS depot in Ahmedabad

અમદાવાદના લાલ દરવાજા AMTS ડેપોમાં આજે શનિવારે સવાર સવારમાં ધબધબાટી બોલી હતી. એક પેસેન્જર યુવકે બસ ચલાવતા મોટી ઉંમરના ડ્રાઈવરને બસ કેમ મોડી લાવ્યો કહી બોલાચાલી કરી માર માર્યો હતો. તેમજ યુવકે ડ્રાઈવરને ધક્કો મારતા જમીન પર પટકાયા હતા. બાદમાં અન્ય ડ્રાઈવરો અને કન્ડક્ટરોનો પિત્તો ગયો હતો અને યુવકને ધોઈ નાખ્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે

.મળતી માહિતી મુજબ, બસ પાંચેક મિનિટ મોડી આવતા બસમાં સવાર યુવકે ઉગ્ર સ્વરમાં ડ્રાઈવરને બસ સ્પીડમાં ચલાવવાનું કહ્યું હતું. યુવક બસના વૃદ્ધ ડ્રાઈવરને આદેશ આપતો હોય તેમ બોલતા બસ ડ્રાઈવરે યુવકને શાંતિથી વાત કરવા કહ્યું હતું. યુવક અને બસના ડ્રાઈવર વચ્ચે ચાલુ બસમાં બોલાચાલી થતી રહી હતી. બાદમાં AMTS બસ લાલ દરવાજા ડેપો પહોંચી હતી, જ્યાં યુવક ડ્રાઈવર સાથે જેમ તેમ બોલતા મામલો બીચક્યો હતો.બાદમાં યુવક અને બસના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી થઈ હતી. બસ મોડી પડવા મામલે પહેલા બસમાં સવાર યુવકે બસના વૃદ્ધ ડ્રાઈવર સાથે મારામારી કરી હતી. બસના વૃદ્ધ ડ્રાઈવર સાથે યુવકને મારામારી કરતા જોઈને અન્ય ડ્રાઈવર-કન્ડક્ટરો રોષે ભરાયા હતા, અને પછી યુવકની બરાબરની ધોલાઈ કરી હતી.સામાન્ય બાબતમાં યુવકે બસના વૃદ્ધ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અન્ય ડ્રાઈવર-કન્ડક્ટરોએ યુવકની ધોલાઈ કરતા લાલ દરવાજા AMTS ડેપોના અધિકારીઓ દોડી આવ્યા હતા. બાદમાં યુવકને પકડીને લાલ દરવાજા AMTS ડેપોની ઓફિસમાં ખેંચી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mukhtar Ansari Death: આજે સવારે 10 વાગ્યે સુપર્દ-એ -ખાક થશે મુખ્તાર, ચુસ્ત સુરક્ષા હેઠળ ગાજીપુરથી લાવવામાં આવ્યો મૃતદેહ, જાણો દરેક અપડેટ