Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

ગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું

DD RAJPUT
બનાસકાંઠા , શુક્રવાર, 29 માર્ચ 2024 (17:04 IST)
DD RAJPUT


- અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો 
- વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો
- તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે.
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે. કોંગ્રેસના દિગ્ગજોએ પક્ષ છોડતા હવે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની મુશ્કેલીઓ વધી શકે છે. 
webdunia
DD Rajput resignation
કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારતા લાગણી દુભાઈ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ તાલુકાના કોંગ્રેસના અગ્રણી ડી.ડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ઉપર બેઠક બોલાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. દેશમાં અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડી.ડી રાજપૂતે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે,  આવનાર સમયમાં સમાજના આગેવાનો અને યુવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ. 
 
ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો
થરાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 2017માં વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાને પાર્ટીમાંથી રાજીનામું આપતાં બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 31 માર્ચના રોજ સી.આર પાટીલના હસ્તે ડી.ડી રાજપૂત કેસરિયો ખેસ ધારણ કરશે.બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. થરાદ-વાવ રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસના કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. ડી.ડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ખાતે બેઠક બોલાવી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ગરમી ભુકા કાઢી રહી છેઃ રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર