Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024: નિયમોને લઈને પોન્ટિંગ-ગાંગુલીએ અમ્પાયર સામે દર્શાવી નારાજગી, રાજસ્થાન રોયલ્સની આ ચાલાકી સમજાઈ નહી

IPL 2024: નિયમોને લઈને પોન્ટિંગ-ગાંગુલીએ અમ્પાયર સામે દર્શાવી નારાજગી, રાજસ્થાન રોયલ્સની આ ચાલાકી સમજાઈ નહી
, શુક્રવાર, 29 માર્ચ 2024 (12:43 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 17મી સીજનના 9મા મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સની ટીમે દિલ્હી કૈપિટલ્સને 12 રનથી માત આપવા સાથે આ સીજનમાં પોતાની સતત બીજી જીત નોંધાવી. બીજી બાજુ આ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ જોવા મળી જ્યારે દિલ્હી કૈપિટલ્સના ડગઆઉટમાં બેસેલા હેડ કોચ રિકી પોટિંગ અને ટીમના ડાયરેક્ટર સૌરવ ગાંગુલી એક નિયમને લઈને ચોથા અંપાયર સાથે વિવાદ કરતા જોવા મળ્યા.  આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 185 રનનો સ્કોર બનાવ્યો હતો, તો બીજી બાજુ દિલ્હી કૈપિટલ્સની ટીમ ટારગેટનો પીછો કરતા 20 ઓવરમાં 173ના સ્કોર સુધી પહોચવામાં સફળ રહી.   

 
ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને પોટિંગ-ગાંગુલી ઝગડ્યા 
આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના પ્લેઈંગ 11માં ફક્ત 3 જ વિદેશી ખેલાડીઓને સામેલ કર્યા હતા. ત્યારબાદ તેમણે ઈમ્પેક્ટ ખેલાડી સાથે નાદ્રે બર્ગરને શિમરન હેટમાયરના સ્થાન પર સામેલ કર્યા હતા. આ દરમિયાન દિલ્હી કૈપિટલ્સ ટીમ જ્યારે ટારગેટનો પીછો કરી રહી હતે એ સમયે રોવમન પૉવેલને સબસ્ટીટ્યુટ ફિલ્ડરના રૂપમાં મેદાનની અંદર બોલાવાયા.  જેને લઈને રિકી પોટિંગ અને સૌરવ ગાંગુલી ચોથા અમ્પાયર સાથે બાખડ્યા હતા. જેમા તેમને લાગ્યુ કે રાજસ્થાન રોયલ્સે ઈમ્પેક્ટ પ્લેયરરૂલનો બીજીવર ઉપયોગ કર્યો.  જો કે પછી ચોથા અંપાયરે તેમને સંપૂર્ણ સ્થિતિ સમજાવી જેમા પોવેલ મેચમાં 12મા ખેલાડીના રૂપમાં ફિલ્ડિંગ કરવા પહોચ્યા હતા અને નિયમો હેઠળ તેઓ મેદાન પર ચોથા વિદેશી પ્લેયર પણ હતા. 
 
રાજસ્થાન માટે નાન્દ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલે બોલ વડે કમાલ કરી બતાવી 
આ મેચ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સ ટીમે નાન્દ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલના બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યુ જેમાં બંનેએ 2-2 વિકેટ લીધી હતી. ચહલે તેની 3 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા, જ્યારે નાન્દ્રે બર્જરે 29 રન આપ્યા હતા. રાજસ્થાન રોયલ્સ ટીમ હવે આ સિઝનમાં તેમની આગામી મેચ 1 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામલલાના દર્શનને લઈને નવું અપડેટ, મંદિર 15 થી 17 એપ્રિલ સુધી 24 કલાક ખુલ્લું રહેશે