Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Point સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું છે

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (15:16 IST)
લવ પોઇન્ટ સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એલીસબ્રિજ રિવરફ્રન્ટ પર પ્રેમી યુગલ એકાંતની પળો માણી રહ્યુ હતું, ત્યારે એક યુવકે પોલીસની ઓળખ આપીને કહ્યું કે કેમ અહિયાં બેઠા છો, શુ કરો છો, પીએસઆઇ સાહેબને બોલાવુ કહીને રોફ જમાવ્યા બાદ રૃા. ૧૦ હજારની માંગણી કરી હતી. આ સમયે જ અસલી પોલીસ આવી પહોચતાં નકલી પોલીસનો ભાંડો ફૂટયો હતો. કેમ અહિયાં બેઠા છો, શુ કરો છો, મારા સાહેબને બોલાવું કહી રોફ જમાવી ૧૦ હજારની માંગણી કરી આ કેસની વિગત એવી છે કે પાલડીમાં પ્રિતમનગર પાસે રહેતા પરેશ પટેલ (નામ બદલેલ છે) નામના યુવકની શાહપુરમાં રહેતી યુવતી સાથે સગાઇ થયેલી છે, એક મહિના બાદ બન્ને લગ્ન પણ કરવાના છે. ગઇકાલે રાત્રે ૧૦ વાગે પ્રેમી યુગલ રિવરફ્રન્ટ પર એલીસબ્રિજ અને જમાલપુરના ખુલ્લા મેદાનમાં બેસીને વાતચીત કરતા હતા. ત્યારે એક યુવક આવ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને કહ્યું કે અહિયાં કેમ બેઠા છો, શુ કરો છો, મારા પીએસઆઇ સાહેબને બોલાવું કહીને વાત કરાવી હતી. ફોન પર વાત કરનારી વ્યકિતએ પોતે ફિરોઝખાન હોવાનું કહીને મારે તારી વાત સાંભળવી નથી તેમ કહીને ફોન કટ કર્યો હતો. ફરીથી ફોન પર વાત કરાવતા ફિરોઝખાને કહ્યું કે તું ખર્ચા દે દે તેમ કહી ફોન ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ યુવકે પ્રેમી યુગલને ધમકાવીને કહ્યું કે તમે અહિયાં ગંદી હરકતો કરો છો. તમારી સામે કાયદેસર કરવું પડશે, જો કાયદેસર ના કરવું હોય તો રૃા. ૧૦ હજાર આપવા પડશે. એટલું જ નહી, પોલીસની ઓળખ આપનાર શખ્સ યુવક-યુવતીને બિભત્સ ગાળો બોલી જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. જેથી ડરના માર્યા પરેશે કહ્યું મારી પાસે ૫૦૦ રૃપિયા છે, લેવા હોય તો લઇ લો. જો કે સદ્નસીબે જોગાનુંજોગ તે જ સમયે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ આવી પહોચી હતી. યુવકે પોલીસને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલો યુવક દાણીલીમડા શાહઆલમ ખાતે સોએલ હો હાઉસમાં રહેતો અલ્તાફ કફીલભાઇ મન્સુરી હોવાનું બહાર આવતાં પોલીસ તેની ધરપકડ કરીને યુવક સાથે વાત કરાવનારા નકલી પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, જી.આર.ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments