Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી માર્ચથી ગુજરાતમાં કાર સાથે દરિયાઈ મુસાફરી કરી શકાશે

આગામી માર્ચથી ગુજરાતમાં  કાર સાથે દરિયાઈ મુસાફરી કરી શકાશે
, બુધવાર, 31 જાન્યુઆરી 2018 (14:26 IST)
ગુજરાતના દરિયા કિનારે બહુ જલદી એક જહાજ આવી રહ્યુ છે જેમાં તમે તમારી કાર અથવા ટ્રક સાથે મુસાફરી કરી શકશો. આ સેવા માર્ચ મહિનાથી ધોધા-દહેજ વચ્ચે શરૂ થઈ રહી છે. હાલમાં જે રો રો ફેરી સર્વિસ ચાલે છે તેમા માત્ર માણસો જ મુસાફરી કરી શકે છે. પરંતુ માર્ચ મહિનામાં આવી રહેલા આ રોપેક્ષ વેસલમાં મુસાફરી કરનાર પોતાની કાર અથવા ટ્રક અથવા બસ સાથે આ જહાજમાં મુસાફરી કરી શકશે. આ વિશાળ જહાજમાં 70 ટ્રક અને 500 મુસાફરો એક સાથે પ્રવાસ કરી શકશે. રોપેક્ષ વેસલની બીજી અનેક વિશેષતાઓ પણ છે જેમાં આ આખુ વેસલ એરકંડીશન રહેશે જેમાં ધીમા મધુર સંગીતની સાથે વિશાળ ટીવી સ્ક્રીન પણ રહેશે અને એક સુંદર રેસ્ટોરન્ટની  પણ વ્યવસ્થા છે. ભાવનગર દહેજ વચ્ચેનું રસ્તા માર્ગેનું અંતર 12 કલાકનું છે. જ્યારે આ વેસલ દ્વારા માત્ર એક કલાકમાં દહેજ પહોંચી શકાશે જેના કારણે કોઈ પોતાની કાર સાથે દહેજ આવે જો ત્યાંથી તે માત્ર એક કલાકમાં સુરત પણ પહોંચી શકશે. પહેલા તબક્કે ધોધા-દહેજ વચ્ચે આ સેવા શરૂ થશે. બીજા તબ્બકામાં દહેજ અને હજીરા સુધીની સેવા લંબાવવામાં આવશે. આ જહાજને ગુજરાત લાવવાની અને આ સેવા શરૂ કરવા માટે હવે માત્ર ગુજરાત મેરીટીઈમ બોર્ડની મંજુરી રાહ જોવામાં આવી રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકાર રીઝર્વેશન એક્ટની માંગણી સ્વીકારે - જિજ્ઞેશ મેવાણી