Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અમદાવાદના ગ્યાસપુરમાં બનશે

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (12:36 IST)
Ahmedabad Safari park- અમદાવાદ મનપાએ ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લીધો છે.જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક માટે અમદાવાદના ગ્યાસપુર ગામ નજીક 500 એકરની જગ્યા સૂચિત કરવામાં આવી છે. અહીં ગાઢ જંગલમાં મોટું વન ઊભું કરી ત્યાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. અમદાવાદ મનપાએ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે RFD બહાર પાડ્યા છે. રૂપિયા 250 કરોડના ખર્ચે પાર્ક બનાવવા માટે ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે.આ નિર્ણય અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદના ગ્યાસપુર ગામ પાસે સાબરમતી રિવરફ્રન્ટના સામેના છેડા પર મનપાની 500 એકર જગ્યામાં જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જંગલ સફારી બને તેવો પ્રયાસ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી કમિશનરને સૂચના આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગાંધીનગરના સાંસદ અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તરફથી આ પ્રક્રિયા માટેની પરવાનગી મળતાની સાથે જ ડિઝાઈન આવ્યા બાદ ભૂમિપૂજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે ત્રણ તબક્કામાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે. ઇન્સ્પેક્શન રિપોર્ટ, ડ્રાફ્ટ રિપોર્ટ અન ત્યારબાદ ફાઈનલ DPR તૈયાર કરવામાં આવશે.

આવા પ્રકારના ડેવલપમેન્ટ માટેના એક આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય લેવલના કેસ સ્ટડી પણ જોવાના રહેશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ ફાઈનલ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ તેને મંજૂરી આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments