Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Safari Park : અમદાવાદમાં બનશે સૌથી મોટો સફારી પાર્ક

Safari Park : અમદાવાદમાં બનશે સૌથી મોટો સફારી પાર્ક
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (11:07 IST)
Ahmedabad Safari Park : અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે
 
આગામી દિવસોમાં અમદાવાદમાં જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હવે અમદાવાદીઓએ જંગલ સફારીની મજા માણવા ગીર કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવુ પડે. 
 
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં અનેક ફરવા લાયકા સ્થળો છે જે બહારથી આવતા લોકો માટે આકર્ષણનુ કેંદ્ર છે. સાબરમતી રિવરફ્રંટ પર તૈયાર કરવામાં આવેલ અટલબિજ વગેરે.  
 
 500 એકરમાં સફારી પાર્ક
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ માટે કન્સલ્ટન્ટ નિમવા ટેન્ડર બહાર પાડ્યા છે. જંગલ સફારીની વાત કરીએ તો, ગ્યાસપુર ખાતે 500 એકરમા 200થી 250 કરોડના ખર્ચે પાર્ક નિર્માણ પામશે. પાર્કમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે. આ સફારીમાં ગીરના સિંહ, દીપડા, જીરાફ, વાઘ સહિતના પ્રાણીઓ રાખવામાં આવશે. અહીં ગાઢ જંગલમાં મોટું વન ઊભું કરી ત્યાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. અમદાવાદ મનપાએ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે RFD બહાર પાડ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind Vs Pak- ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની બધી ટિકિટો વેચાઈ ગઈ