Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના અપડેટ: આજે નોંધાયા ફક્ત 90 નવા કેસ, 3ના મોત

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (22:12 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 304 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,10,451 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.41 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 3013 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 9 લોકો વેન્ટિલેટર પર છે. 3004 લોકો સ્ટેબલ છે. 8,10,451 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 03 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,059 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 3 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,84,125 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments