rashifal-2026

સોમવારથી ખૂલશે અક્ષરધામ મંદિરના કપાટ, નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (21:32 IST)
તા. ૧૨ જૂલાઈ, સોમવાર, રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગર અક્ષરધામ પુન: ખુલ્લુ મુકાશે.
 
દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. દર્શન કરવા માટે હાલનું સમયપત્રક: સવારે ૧૦:૦૦ કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે.  અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.
 
દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનુ પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન  ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ covid-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી તે દિવસે સોમવારથી અક્ષરધામ શરૂ થશે. તે દિવસ સિવાયના દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

આગળનો લેખ
Show comments