Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડમ્પરે મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત, 2ને ઇજા

ડમ્પરે મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત, 2ને ઇજા
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:24 IST)
ગુજરાતના સુરતમાં ગુરૂવારે ભેસ્તાન ચોકડી પર પૂરઝડપે ડમ્પરની ટક્કરે આવી જતાં 35 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે તેની સાથે હાજર બે મહિલા કોન્સ્ટેબલને ઇજા પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક લીના ખરાડે અને બે અન્ય પોલીસકર્મી જયશ્રી ભોયા અને ગોવિંદ વકાતાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. 
 
મહિલા કોન્સ્ટેબલ એક ઓટોરિક્શા ચાલકના પેપર ચેક કરી રહી હતી. તે સમયે એક પૂરઝડપે આવી રહેલા ડમ્પરે રીક્શાને ટક્કર મારી હતે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા કોન્સ્ટેબલ તેની ચપેટમાં આવી ગઇ હતી. જેના લીધે કોન્સ્ટેબલ હીનાબેનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી છે. તો બીજી તરફ ઘટનામાં ઓટોરિક્શા ચાલકને ઇજા પહોંચે નથી જ્યારે ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે હીનાબેન ગત 5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC માં કામ કરી રહ્યા હતા. 
 
ટક્કર એટલી જોરદાર હતી કે લીનાએ ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય બે પોલીસકર્મીને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ મૃતક કોન્સ્ટેબલની લાશનું પીએમ કર્યા બાદ પતિ જયેશ મોરીને સોંપવામાં આવી હતી. મૃતક પોલીસકર્મીને બે બાળકો છે. 
 
અજાણ્યા પોલીસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલક અરી અને તેને જલદી જ પકડી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હવે અન્ય બે પોલીસકર્મી ખતરામાંથી બહાર છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતને મંત્રી મળતાં જ રેલવે એક્શનમાં, બોર્ડે દુરંતોના હોલ્ટ સહિત 10 વર્ષથી પેડીંગ માંગોની યાદી માંગી