Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની સાથે સાથે ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ, આ વિસ્તારોને જાહેર કર્યા અસરગ્રસ્ત

કોરોનાની સાથે સાથે ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ, આ વિસ્તારોને જાહેર કર્યા અસરગ્રસ્ત
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:12 IST)
કોરોનાની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. ગાંધીનગરના કલોલમાં પાંચથી વધુ કોલેરાના કેસ મળી આવ્યા છે. ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્રએ કલોલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરી દીધો છે. ટીમની રચના કરી કોલેરા ફેલાવવાના કારણોને શોધવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. 
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ મહામારી રોગ એક્ટ હેઠળ કલોલના બે કિલોમીટરના દાયરાને બિમારીથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો છે. આ આદેશ બે મહિના સુધી લાગૂ રહેશે. કલેક્ટર કુલદીપ આર્યએ કહ્યું કે તપાસ કરવામાં આવેલા 38 નમૂનામાંથી પાંચમાં કોલેરાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
કોલેરા સંક્રમણ મુખ્યરૂપથી પાણી અથવા ખાદ્ય પદાર્થોથી ફેલાય છે. આર્યએ જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનોમાં લીકેજ અથવા તૂટવાના કારણે પીવાનું પાણી દૂષિત થવાના કારણે થઇ શકે છે. કારણોને શોધવા અને તેને રિપેર કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. 
 
ખેડા જિલ્લાના નડીયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કર્યાના એક અઠવાડિયા બાદ આ ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ જોવા મળ્યો છે. અધિકારીઓએ કહ્યું કે નડીયાદમાં અત્યારે કોલેરાના ચાર કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 50 લોકોને બિમાર થવાની અને ઉલટી અને ઝાડા જેવા લક્ષણો અનુભવતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નડીયાદ નગર પાલિકાના મુખ્ય અધિકારી પ્રણવ પારેખએ કહ્યું કે તૂટેલી પાઇપલાઇનોનું સમારકામ, ખુલ્લા ખાડાને ભરવા અને કીટાણુનાશક સ્પે કરવાની કામગીરી ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એકના ડબલ કરવાની લાલચમાં લોકોએ પરસેવાની કમાણી લગાવી, આરોપીએ લગાવ્યો લાખોનો ચૂનો